મનોરંજન

સિનેમાઘરોમાં નથી ચાલી રહી જોન અબ્રાહમની દેશભક્તિ! ધ ડિપ્લોમેટને સાઉથની આ ફિલ્મે પછાડી…

મુંબઈઃ બોલીવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર કલેક્શન બાબતે સારૂ પ્રદર્શન કરી શકતી નથી. અત્યારે સિનેમાઘરોમાં જોન અબ્રાહમની ફિલ્મ ધ ડિપ્લોમેટ ચાલી રહી છે. પરંતુ તે કમાણી મામલે તે ખાસ પ્રદર્શન કરી શકી નથી. જોન અબ્રાહમ મોટે ભાગે દેશભક્તિની ફિલ્મોમાં કામ કરે છે. ધ ડિપ્લોમેટ ફિલ્મ પણ દેશભક્તિની કહાણી સાથે બની છે. પરંતુ ફિલ્મને જોવા માટે લોકોએ ખાસ રસ દાખવ્યો નથી. સૌથી મહત્વની વાત એ છે કે, 1 મહિના પહેલા આવેલી વિક્કી કૌશલની ફિલ્મ છાવા પણ અત્યારે આ ફિલ્મ કરતા સારી કમાણી કરી રહી છે.

આ પણ વાંચો : સિલ્ક સાડીમાં માહિરાના ગ્લેમર અંદાજને ચાહકો જોઈ દંગ થઈ ગયા, જુઓ વાઈરલ તસવીરો

જોન અબ્રાહમની ફિલ્મને સાઉથની ફિલ્મ ‘કોર્ટ’એ ટક્કર આપી

કમાણીની વાત કરવામાં આવે તો, ધ ડિપ્લોમેટને વિક્કી કૌશલની ફિલ્મ છાવા સાથે સાઉથની ફિલ્મ કોર્ટ પણ સારી એવી ટક્કર આપી રહી છે. 20 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ધ ડિપ્લોમેટ 8 દિવસ પહેલા રિલિઝ થઈ હતી. બજેટ જેટલી કમાણી તો કરી લીધી છે, પરંતુ તેના કલેક્શનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ધ ડિપ્લોમેટ ફિલ્મનો અત્યારે છાવા સિવાય કોઈ હિંદી ફિલ્મ સામે ટક્કર નથી છતાં પણ લોકોને સિનેમાઘર સુધી લાવવામાં ફાંફા પડી રહ્યાં છે.

ધ ડિપ્લોમેટ ફિલ્મે 8 દિવસમાં માત્ર 20.40 કરોડની કમાણી કરી

જોન અબ્રાહમની આ ફિલ્મ પાસે સારી એવી કમાણી કરવાનો મોકો હતો પરંતુ પરિણામ કઈ ખાસ આવ્યું નથી. એવું લાગી રહ્યું છે કે, કદાચ લોકોને આ ફિલ્મની કહાણી એટલી પસંદ આવી નથી. ધ ડિપ્લોમેટ ફિલ્મે 8 દિવસમાં માત્ર 20.40 કરોડની કમાણી કરી છે. આ શુક્રવારે તો ફિલ્મ કમાણી કરવામાં સાવ માર ખાઈ ગઈ હતી. કારણ કે, મીડિયા રિપોર્ટ પ્રમાણે શુક્રવારે માત્ર 1.25 કરોડની જ કમાણી થઈ હતી. 20 કરોડમાં બનેલી આ ફિલ્મ ઓડિયન્સ માટે તરસી રહી છે.

આ પણ વાંચો : પ્રિયંકાની બહેન મન્નારા ચોપરાને આ શું થયું, જુઓ વાઈરલ વીડિયો

વિક્કી કૌશલની છાવા 800 કરોડનો આંકડો પાર કરવાની તૈયારીમાં

તમને જણાવી દઈએ કે, બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ છેલ્લા 2 દાયકાથી ફિલ્મો કરી રહ્યો છે. તેમણે દેશભક્તિની ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં ઘણી ફિલ્મો કરી છે. પણ જોનની ફિલ્મો સરળતાથી સુપરહિટ થઈ નથી. આંકડા પ્રમાણે આ ફિલ્મ 50 કરોડનો આંકડો પાર કરી શકે તેવું લાગતું નથી! જો કે તેની સામે છાવા 800 કરોડનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે. એક મહિના બાદ પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. મહત્વની વાત એ છે કે, સાઉથની લો બજેટ ફિલ્મ સામે પણ જોન અબ્રાહમની ફિલ્મ ફિક્કી પડી ગઈ છે. સાઉથની લો બજેટ ફિલ્મે 8 દિવસમાં 25.89 કરોડની કમાણી કરી છે. જ્યારે જોનની ધ ડિપ્લોમેટ ફિલ્મે માત્ર 20.40 કરોડની જ કમાણી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button