મનોરંજન

બોલીવૂડ એક્ટર ડીનો મોરિયાના પિતાનું નિધન, ઈમોશનલ પોસ્ટ કરીને શેર કર્યા ન્યૂઝ…

ફિલ્મ રાઝ, હેપ્પી ન્યૂ યર જેવી ફિલ્મો આપનારા બોલીવૂડ એક્ટર ડીનો મોરિયાના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે ડીનો મોરિયાના પિતા રોની મોરિયાનું નિધન થયું છે. ડીનો મોરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ન્યુઝ ફેન્સ સાથે શેર કરી હતી. ડીનો પોતાના પિતાની ખૂબ જ નજીક હતો. જોકે, પિતાનું નિધન ક્યાં, કઈ રીતે અને ક્યારે થયું ેની કોઈ માહિતી એક્ટરે શેર કરી નથી.

મળતી માહિતી પ્રમાણે રોની મોરિયા ઈટલીના રહેવાસી હતા, જ્યારે ડીનો મોરિયાની માતા એક ઈન્ડિયન સિટીઝન છે. ડીનોએ પોતાના જીવનના 11 વર્ષ ઈટલીમાં વિતાવ્યા છે અને ત્યાર બાદ તે ભારત આવ્યો હતો. ઈન્ડિયા આવીને તેણે એક્ટિંગમાં હાથ અજમાવ્યો હતો. એક્ટરે પિતાના નિધન પર સોશિયલ મીડિયામાં એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

આપણ વાચો: માતાના નિધન પર બનેલા મીમ્સ જોઈને હું દુઃખી થઈ હતીઃ જાહ્નવી કપૂરે મીમ્સ અંગે કર્યાં ચોંકાવનારા ખુલાસા

ડીનો મોરિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તમે હર એક દિવસ એકદમ ખૂલીને જીવ્યા છો, સતત ચહેરા પરનું સ્માઈલ, પોતાનું દરેક કામ પૂરા દિલથી કર્યું. સારું ખાધું-પીધું, પર્વતો અને સમુદ્રની સફર આ બધું તમે તમારી શરતો પર કર્યું છે.

આ લિસ્ટ હજુ ખૂબ જ લાંબુ છે. મારા માટે આ આ બધી વસ્તુઓ એક જ વ્યક્તિમાં હતું અને એ એટલે મારા ગુરુ, મારા હીરો, મારા પપ્પા… જિંદગીનો આ બોધપાઠ શિખવવા માટે આભાર પપ્પા… અમે તમને ખૂબ જ યાદ કરીએ છીએ.

આપણ વાચો: ધર્મેન્દ્રના નિધનને કારણે પંજાબના ફગવાડા ગામમાં શોક, જ્યાં વીત્યું હતું તેમનું બાળપણ

ડીનો મોરિયાએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે તમે જ્યાં પણ હશો ત્યાં તમે મહેફિલ જમાવી દીધી હશે અને તમે બધા સાથે હસી-મજાક કરી રહ્યા હશો. જ્યાં સુધી આપણે બીજી વખત નથી મળતાં ત્યાં સુધી તમે આ જ રીતે કૂલ રહેજો. લવ યુ પાપા…

વાત કરીએ ડીનો મોરિયાના વર્ક ફ્રન્ટની તો હાલમાં ડીનો મોરિયા પોતાની સેકન્ડ ઈનિંગનો આનંદ ઉઠાવી રહ્યો છે. છેલ્લી વખત તે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ હાઉસફૂલ-5માં જોવા મળ્યા હતા અને હવે તે જાણીતી સિરીઝ ફોર મોર શોટ્સ પ્લીઝની ચોથી સિઝનમાં પણ જોવા મળશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button