કંઇક આ રીતે દિલજીત દોસાંજે આપી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ, વીડિયો થયો વાયરલ

દિલજીત દોસાંઝ તેમના લાઈવ શોમાં ઘણીવાર કંઈક એવું યુનિક કામ કરે છે જે તેમની પ્રસિદ્ધિને ચાર ચાંદ લગાવી દે છે. તાજેતરમાં જ અભિનેતા કમ ગાયક દિલજીતે લાઈવ પરફોર્મન્સ દરમિયાન દીપિકા પાદુકોણનો ઉલ્લેખ કર્યો હતો અને હવે તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
દિલજીત દુનિયાભરમાં પોતાના અભિનયથી અને ગીતોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. હાલમાં તેમણે પોતાના લાઈવ ઓડિયન્સ સામે જે કહ્યું તેણે ખરેખર બધાના દિલ જીતી લીધા હતા.
તેમના લાઈવ પરફોર્મન્સ દરમિયાન પૂર્વ પીએમને યાદ કરતાં દિલજીત દોસાંઝે કહ્યું હતું કે, ‘આજનો કાર્યક્રમ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને સમર્પિત છે. તેઓ ખૂબ જ સાદું જીવન જીવતા હતા. તેમણે ક્યારેય મોટા અવાજે કે અસંસ્કારી વાતો કરી નથી. સામાન્ય રીતે રાજકારણ જેવા વ્યવસાયમાં આમ કરવું શક્ય નથી. દિલજીતે પૂર્વ પીએમની શાયરી – ‘હજારો જવાબોં સે મેરી ખામોશી અચ્છી, ના જાને કીતને સવાલોં કી આબરૂ ઢક લેતી હૈ,’ સંભળાવતા કહ્યું હતું કે આજની પેઢીએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઇએ.
નોંધનીય છે કે ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. 26 ડિસેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભૂતપૂર્વ પીએમના નિધન પછી, ફિલ્મ, રાજકારણ અને રમતગમતની દુનિયાના દિગ્ગજોએ તેમને તેમના તેજસ્વી કાર્યો માટે યાદ કર્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો…ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી આવ્યા માઠા સમાચાર, હોટેલમાંથી મળી આવ્યો જાણીતા એક્ટરનો મૃતદેહ
દિલજીત દોસાંઝે તેમના પ્રદર્શન દરમિયાન પૂર્વ પીએમને યાદ કરીને જે કહ્યું તેની પ્રશંસા થઈ રહી છે. આ પહેલીવાર નથી જ્યારે દિલજીતે લોકોના દિલ જીત્યા હોય. આ પહેલા આ સિંગરે પાકિસ્તાની સિંગર હાનિયા આમિર માટે પણ ગીત ગાયું હતું. તાજેતરમાં દીપિકા પાદુકોણે પણ બેંગલુરુમાં તેના કોન્સર્ટમાં હાજરી આપી હતી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.