મનોરંજન

હેં, Shahrukh Khanની આંખોની થઈ ખોટી સારવાર? જાણો કોણે કહ્યું આવું…

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન (Shahrukh Khan)ના ફેન્સ આજે સવારથી જ ચિંતામાં છે કારણ કે તેમનો મનગમતો સુપરસ્ટાર આંખ સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને એની સારવાર કરાવવા માટે તે આજે જ અમેરિકા જવા રવાના થયો હતો. કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે શાહરૂખ ખાનને આંખે મોતિયો આવ્યો છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક એવો રિપોર્ટ પણ ફરી રહ્યો છે કે જેના વિશે જાણીને કદાચ શાહરૂખના ફેન્સ વધારે દુઃખી થઈ જશે. ચાલો જોઈએ આખરે એવું તે શું છે આ રિપોર્ટમાં-

આ પણ વાંચો: શાહરુખ ખાનના લાડલાએ દિલ્હીમાં ખરીદ્યું ઘર, કિંગ ખાન સાથે છે કનેક્શન?

એક ઓનલાઈન વેબ પોર્ટલના હવાલાથી આપવામાં આવેલા રિપોર્ટમાં દાવો કર્યો છે કે 29મી જુલાઈના શાહરૂખ ખાન મુંબઈની એક હોસ્પિટલમાં આંખના ઓપરેશન માટે ગયો હતો, પણ ત્યાં તેની સારવાર બરાબર નહોતી થઈ અને એટલે તેને મેડિકલ એટેન્શનની જરૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો ઓપરેશન વખતે ભૂલ થઈ હોવાનો દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જોકે, આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ તો રામ જાણે.

જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે શાહરૂખ ખાનની તબિયત બગડતાં તેના ફેન્સ દુઃખી થયા હોય. આ પહેલાં પણ મે મહિનામાં શાહરુખ ખાન હીટસ્ટ્રોકને કારણે બીમાર પડ્યો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બીજા જ દિવસે તેને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: શાહરુખ ખાનને એવું શું થયું કે લગ્નના કાર્યક્રમમાં આમ ચાલવું પડ્યું…

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગયું વર્ષ શાહરૂખ ખાન માટે ખૂબ જ સારું રહું હતું કારણ કે આ વર્ષે તેમની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી અને બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. છેલ્લે તે ડંકી ફિલ્મમાં જોવા મળ્યો હતો અને હવે તે પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સની તૈયારીઓમાં વ્યસ્ત છે, પણ હજી સુધી આ પ્રોજેક્ટ કયા છે એની કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button