સાઉથની આ સુપરસ્ટારના લગ્નજીવનમાં પડ્યું ભંગાણ? પતિને કર્યો અનફોલો…
સાઉથની લેડી સુપરસ્ટાર Nayantaraના ફેન્સ માટે એક બેડ ન્યુઝ સામે આવી રહી છે. કદાચ તેના ફેન્સનું દિલ આ વાત સાંભળીને તૂટી પણ જશે. વાત જાણે એમ છે કે એક્ટ્રેસની મેરિડ લાઈફમાં લોચા પડ્યા હોય એવું લાગી રહ્યું છે. આ વાતનો અંદાજો એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ પરથી જ લગાવી શકાય છે. એટલું જ નહીં પણ તેણે કદાચ તેના પતિને અનફોલો પણ કરી દીધું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
નયનતારાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે કે તે હંમેશા પોતાની આંખોમાં આંસુ લઈને હંમેશા એ જ રહેશે કે મને આ મળી ગયું… એક્ટ્રેસની આ પોસ્ટ જોઈને ફેન્સ ખૂબ જ ચોંકી ઉઠ્યા છે અને તેઓ વિચારવા માટે મજબૂર થઈ ગયા છે કે આખરે એક્ટ્રેસે આવું કેમ કહ્યું અને તે શું કહેવા માંગે છે… આ સિવાય નયનતારાએ પોતાના પતિ અને ફિલ્મ નિર્માતા વિઘ્નેશન શિવનને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અનફોલો કરી દીધો છે અને આ બંને ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે કે એક્ટ્રેસનું લગ્નજીવન ઠીક નથી ચાલી રહ્યું. બંનેના અલગ થવાની અટકળ માત્રથી જ ફેન્સ એકદમ ચિંતામાં મૂકાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંનેને ફેન્સ સાઉથના ફેવરેટ કપલની જેમ જુએ છે.
તમારી જાણ માટે કે નયનતારા અને વિઘ્નેશના લગ્નને ખૂબ લાંબો સમય નથી થયો. 2021માં બંને જણે સગાઈ રહી હતી અને 2022માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. 2015માં બંનેની મુલાકાત ફિલ્મ નાનુમ રાઉડીના સેટ પર થઈ હતી અને અહીંથી જ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા.
છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંને જણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને હવે 2024માં બંને વચ્ચે બધું ઠીક નથી એવા સમાચાર આવતા ફેન્સનું દિલ તૂટી ગયું છે. નયનતારા અને વિઘ્નેશે લગ્નના ચાર મહિના બાદ જ સરોગસીની મદદથી જુડવા બાળકોને જન્મ આપ્યો હતો અને બંને અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના બાળકોના ફોટો શેર કરતાં હોય છે.