ગેમ રમી ગયો Hardik Pandya! નતાશાને ફૂટી કોડી નહીં મળે…
આઈપીએલ 2024માં MI અને તેના કેપ્ટનની સફર પૂરી થઈ ગઈ છે, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાના અંગત જીવનમાં તોફાન આવી ગયું છે. IPL 2024 ની શરૂઆતથી હાર્દિક પંડ્યાનો સમય સારો નથી ચાલી રહ્યો. સૌથી પહેલા જ્યારે તેને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે તેને ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હવે હાર્દિક પંડ્યાના અંગત જીવનમાં તોફાન આવ્યું છે. હવે પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના તેના બગડતા સંબંધોના અહેવાલો આવ્યા છે અને મળતી માહિતી મુજબ વાત ડિવોર્સ સુધી પહોંચી ગઇ છે. એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે છૂટાછેડા પછી હાર્દિક પંડ્યાએ નતાશાને તેનીસંપત્તિમાંથી 70 ટકા હિસ્સો આપવો પડશે. જોકે, આ વાત આધારવિહોણી હોય એમ લાગી રહ્યું છે, પણ હાલમાં આ મુદ્દો ઘણો ચગી રહ્યો છે.
દરમિયાનમાં એવા સમાચાર પણ આવ્યા છે કે હાર્દિક પંડ્યાએ તેની પ્રોપર્ટીનું પ્લાનિંગ ઘણા સમય પહેલા કરી લીધું હતું. પંડ્યાએ પોતાની મિલકત પોતાના નામે નથી રાખી. પંડ્યાએ દરેક એકાઉન્ટમાં અને પ્રોપર્ટીમાં તેની માતાનું નામ સાથે રાખ્યું છે. તેની મિલકત, પ્રોપર્ટી, ઘર બધું માતાના નામે છે. હાર્દિકનો એક ઇન્ટરવ્યુ પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એ જણાવે છે કે, ‘મને કોઈ વિશ્વાસ નથી અને હું ભવિષ્યમાં મારી મિલકતનો 50 ટકા અન્ય કોઈને આપવા માંગતો નથી. આનાથી ઘણું નુકસાન થશે.’ આ વીડિયો શેર કરનાર વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું છે કે હાર્દિક પંડ્યા ખૂબ જ સ્માર્ટ છે. તે જાણતો હતો કે તે નતાશાથી છૂટાછેડા લઈ શકે છે. આ વીડિયો પર ફેન્સ તરફથી પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.
આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું છે કે મને આશા છે કે આ સાચું હોય અને હાર્દિક ભાઈને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
બીજી તરફ આવા ડિવોર્સના સમાચારો વચ્ચે પણ નતાશા પોતાના જીવનમાં મસ્ત જીવી રહી છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. તેણે એક પણ વખત ડિવોર્સની અફવા પર પ્રતિક્રિયા આપી નથી કે ડિવોર્સનો ઇનકાર કર્યો નથી.
દરમિયાન નતાશાની હાલની ઇન્સ્ટા સ્ટોરીએ હલચલ મચાવી દીધી છે. નતાશાએ ટ્રાફિક સિગ્નલ નું પોસ્ટર લગાવ્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે કોઈ રસ્તા પર આવવાનું છે.
એક્ચ્યુલમાં આ પોસ્ટર ડ્રાઇવિંગ ક્લાસનો એક ભાગ છે, પરંતુ તેના અંગત જીવનની વર્તમાન પરિસ્થિતિમાં આ પોસ્ટરનો મતલબ કંઈક અલગ જ થાય છે. કેટલાક અહેવાલોમાં એવું જણાવવામાં આવ્યું છે કે નતાશા અને હાર્દિકના ડિવોર્સ થશે તો ક્રિકેટર રસ્તા પર આવી જશે. નતાશાની તાજેતરની આ ઇન્સ્ટા સ્ટોરીને આની સાથે જોડવામાં આવી રહી છે.
હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ પહેલા લગ્નજીવનના ઝંઝાવાતમાંથી કેવી રીતે બહાર આવે છે તે જોવાનું રહે છે.