મનોરંજન

શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? અભિનેત્રીની વાયરલ પોસ્ટથી મળ્યા સંકેત

મુંબઈઃ બૉલીવુડની અભિનેત્રીઓ લગ્ન બાદ પણ પોતાની જૂની અટક જ વાપરે છે આલિયા પણ તેમાંથી બાકાત નથી. પરંતુ હવે આલિયાએ તેની અટક બદલી હોવાના સંકેત આપ્યો છે. આલિયા ભટ્ટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં ડેબ્યૂ કરીને બધાનું દિલ જીતી લીધું હતું . ફેસ્ટિવલ દરમ્યાન તે દરેક લુકમાં સુંદર લાગી રહી હતી.

અભિનેત્રીએ પોતાના દરેક લુકથી ઇવેન્ટને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ઇવેન્ટના બીજા દિવસે, તે તેના કાળા ડ્રેસને કારણે સમાચારમાં રહી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે અનુમાન લગાવ્યું હતું કે આલિયા ભટ્ટ તેના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે.

હવે અભિનેત્રીનો બીજો એક લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પછી, આલિયા ભટ્ટે પોતાની અટક બદલી છે કે નહીં તે અંગે ઘણી ચર્ચા શરુ થઇ ગઈ છે? થોડા સમય પહેલા, અભિનેત્રીએ લગ્ન પછી પોતાની અટકમાં ‘કપૂર’ ઉમેરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

અભિનેત્રીએ પોતાના નવા વ્લોગમાં, ચાહકોને સંકેત આપ્યો છે કે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા પછી તે આલિયા કપૂર બની ગઈ છે. હકીકતમાં, વ્લોગમાં, આલિયાએ તેના હોટલના રૂમમાં લખેલી એક સ્વાગત નોંધની ઝલક આપી છે. હોટેલમાં તેમનું સ્વાગત ‘ડિયર આલિયા કપૂર’ તરીકે કરવામાં આવ્યું હતું. ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે હવે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પણ તેના સત્તાવાર દસ્તાવેજોમાં પોતાનું નામ બદલી નાખ્યું છે.

તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ ખુલાસો કર્યો હતો કે તેનું સ્ક્રીન નામ હંમેશા આલિયા ભટ્ટ રહેશે, પરંતુ તે તેના સત્તાવાર દસ્તાવેજોમાં ‘ભટ્ટ’ નામ બદલીને કપૂર કરશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં એક્શન થ્રિલર ‘આલ્ફા’માં જોવા મળશે. ‘એક થા ટાઇગર’, ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘વોર’, ‘પઠાણ’, ‘ટાઇગર 3’ અને ‘વોર 2’ પછી YRF સ્પાય યુનિવર્સની આ સાતમી ફિલ્મ છે.

આ પણ વાંચો -‏‏‎ મારી બહેનો અને દીકરીએ હિન્દુ સાથે લગ્ન કર્યા છે, આ લવજેહાદ છે? આમિરનો સીધો સવાલ

આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની રોમાન્સ ડ્રામા ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે જે 20 માર્ચ 2026ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને વિકી કૌશલ પણ જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button