ફિલ્મ ધૂરંધર ટુનું ટીઝર જોઈ ફેન્સ કેમ થયા નારાજ? વાંચી લો ક્યાંય એવું ના થાય કે તમે પણ…

બોલીવૂડના બાજીરાવ સુપરસ્ટાર રણવીર સિંહની બહુચર્ચિત ફિલ્મ ‘ધૂરંધર’એ થિયેટરોમાં ધૂમ મચાવી હતી અને હવે આ જ ફિલ્મની સિક્વલ ધૂરંધર ટુ પણ 19મી માર્ચના થિયેટરમાં રીલિઝ થવા તૈયાર છે. આજે આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ ટીઝર જોઈને ઓડિયન્સન જે પ્રતિક્રિયા સામે આવી રહી છે એ ખરેખર ચોંકાવનારી છે. આ સિવાય ફિલ્મની ઓટીટી ડીલ સુધી, આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ જાગી છે. ચાલો નજર કરીએ સોશિયલ મીડિયા પર લોકો શું કહી રહ્યા છે નેટિઝન્સ…
થિયેટર્સમાં જ્યારે પણ કોઈ સુપરહિટ ફિલ્મની સિક્વલ આવે છે ત્યારે ઓડિયન્સની અપેક્ષાઓ 1000 ગણી વધી જાય છે. આવું જ કંઈક આદિત્ય ધરની ફિલ્મ ધૂરંધર સાથે પણ બન્યું. ગયા વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ ધૂરંધરે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને ત્યારથી જ દર્શકો ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા.
હવે ધૂરંધર ટુ જ્યારે 19મી માર્ચના રીલિઝ થવા જઈ રહી છે. આજે આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે, ટીઝર જોયા બાદ સોશિયલ મીડિયા પર નેટિઝન્સની જે પ્રતિક્રિયા સામે આવી રહી છે એ જોતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરશે એને લઈને પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.
આ પણ વાંચો :થિયેટર ફિલ્મ ધૂરંધર જોઈને ખુશ થયેલાં દર્શકો ઓટીટી વર્ઝનથી કેમ થયા નાખુશ? સોશિયલ મીડિયા પર છેડાયું યુદ્ધ….
લાંબા સમયની રાહ જોયા બાદ જ્યારે ‘ધૂરંધર ટુ’ નું ટીઝર રિલીઝ થયું, ત્યારે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. મોટાભાગના દર્શકોએ ટીઝરમાં નબળા ગ્રાફિક્સ અને ‘ઓવર-ધ-ટોપ’ એક્શન સીન્સની ટીકા કરી છે. રણવીર સિંહના ચાહકોએ અપેક્ષા રાખી હતી કે આ વખતે કંઈક નવું અને ગંભીર જોવા મળશે, પરંતુ ટીઝરમાં બતાવાયેલી વાર્તાની ઝલક જૂની અને જાણીતી હોય તેવું લાગી રહ્યું છે. આ જોઈનેદર્શકો એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે આ તો અમને ખબર હતી, આદિત્ય ધર ટીઝરમાં કંઈક બીજું દેખાડી દેવું હતું.
નેટફ્લિક્સ સાથેની ડીલ રદ થઈ?
સૌથી મોટો ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે એવા સમાચાર વાઈરલ થયા કે ઓટીટી જાયન્ટ નેટફ્લિક્સે (Netflix)એ ફિલ્મ ધૂરંધર ટુના ડિજિટલ રાઈટ્સ ખરીદવાની ડીલમાંથી હાથ પાછા ખેંચી લીધા છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ફિલ્મનું બજેટ અને તેની સામે ટીઝરને મળેલો ઠંડો પ્રતિસાદ જોઈને નેટફ્લિક્સે આટલી મોટી રકમ ખર્ચવાનું જોખમ નહીં ઉઠાવવાનું નક્કી કર્યું છે. જો આ રિપોર્ટ્સ સાચા હોય તો દર્શકોને નેટફ્લિક્સ પર ફિલ્મ ધૂરંધર ટુ નહીં જોવા મળે.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલાં ફિલ્મના ડાયલોગ
ફિલ્મના ટીઝરનો જોઈને દર્શકોને થયેલી નિરાશા ફિલ્મના ડાયલોગમાં પણ જળવાઈ રહી હતી. આ ફિલ્મમાં આદિત્ય ધરે 2019માં આવેલી સુપરહિટ ફિલ્મ ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઈકનો દમદાર ડાયલોગ યે નયા હિંદુસ્તાન હૈ, યે ઘરમેં ઘુસેગા ભી ઔર મારેગા ભીને કોપી કરીને ધૂરધર-ટુના ટીઝરમાં પણ આ જ ડાયલોગ સાંભળવા મળે છે. આ જોઈને પણ ઓડિયન્સ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આદિત્ય ધર પાસે આઈડિયાની કમી હતી કે તેણે પોતાની જ આઈકોનિક ફિલ્મના ડાયલોગના કોપી કરીને આખી મજા બગાડી દીધી છે.
સોશિયલ મીડિયા પરની હવા જોતાં એક વાત તો સ્પષ્ટ છે કે ફિલ્મ ‘ધૂરંધર ટુ’ સામે અત્યારે અનેક પડકારો છે. હવે જોવાનું એ રહેશે કે મેકર્સ આ નિરાશાને સફળતામાં બદલવા માટે ટ્રેલરમાં કેવા ફેરફારો કરે છે. રણવીર સિંહની સ્ટાર પાવર આ ફિલ્મને ડૂબતી બચાવી શકે છે કે કેમ, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.



