બાળકોના એન્યુઅલ ફંક્શનમાં જોવા મળ્યા બોલિવૂડ સેલિબ્રિટીઝ
ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ તેની મસમોટી ફી માટે જાણીતી છે, જે ઇલાઇટ ક્લાસને જ પરવડી શકે. જોકે, મુંબઈના સેલિબ્રિટીઝના સંતાનો આ ફાઇવ સ્ટાર શાળામાં જવાનું પસંદ કરે છે આ શાળાની પિકનિક હોય, શાળાનો એન્યુઅલ ડે હોય કે કંઈ પણ ખાસ અવસર હોય એના બધા જ ફંકશનનો જરા હટકે જ હોય છે. હાલમાં જ અંબાણી સ્કૂલમાં એન્યુઅલ ડે ફંકશન ઉજવવામાં આવ્યું હતું, જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. અંબાણી સ્કૂલના એન્યુઅલ ડે ફંક્શનમાં બધા સ્ટાર્સ તેમના શાનદાર ડ્રેસીસ અને હટકે સ્ટાઇલમાં જોવા મળ્યા હતા.
સ્કૂલના આ એન્યુઅલ ડે ફંકશનમાં જેનીલિયા ડિસોઝા, કરણ જોહર, એશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, શાહરુખ ખાન, કરીના કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન, શાહિદ કપૂર વગેરે જોવા મળ્યા હતા.
પોતાના નાના દીકરા અબ્રાહમને સપોર્ટ કરવા માટે શાહરુખ ખાન ગૌરી અને સુહાના સાથે આવ્યો હતો. તેની આસપાસ ભારે સુરક્ષા જોવા મળી હતી.
આ ઉપરાંત કારણ જોહર પણ તેના બાળકો માટે અંબાણી સ્કૂલમાં શૂટ બુટમાં જોવા મળ્યો હતો. આ એન્યુઅલ ડે ફંકશનમાં જેનિલીયા અને રિતેશ દેશમુખ પણ જોવા મળ્યા હતા. તેમણે મીડિયા સામે ઘણા પોઝ આપ્યા હતા.
શાળાના આ વાર્ષિક દિવસના ફંકશનમાં બોલીવુડનું હાલનું સૌથી ચર્ચિત કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે જોવા મળ્યા હતા. આજકાલ આ કપલના ડિવોર્સની ઘણી અફવાઓ ચાલી રહી છે, તેવા સમયે તેમને સાથે હસતા ખુશખુશાલ મુદ્રામાં જોવા એ આનંદની વાત છે અને એટલું ઓછું હોય તેમ આ પ્રસંગે તેમની સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા. કપલને સાથે જોઇને તેમના ડિવોર્સની અફવા પર પૂર્ણ વિરામ મૂકાઇ ગયું હતું.
આ ફંકશનમાં બેબો પણ તેના દીકરાને ચીઅર કરવા માટે આવી હતી. કરીના સાથે કરિશ્મા અને સૈફ અલી ખાન પણ જોવા મળ્યા હતા કરીના કપૂર જેહના પર્ફોર્મન્સ પર તેને ચીઅર કરતી જોવા મળી હતી. બેબો ઘણા સ્ટાઇલીશ લૂકમાં રેડ મીડી સાથે બ્લેક બૂટમાં જોવા મળી હતી. તેની આ સ્ટાઇલ લોકોને ઘણી પસંદ આવી હતી.
આ ફંકશનમાં શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ જોવા મળ્યા હતા કપલે મીડિયા સામે ઘણા પોઝ આપ્યા હતા.