TMKOCમાં ગોલીનો રોલ કરનાર નવા એક્ટરનું છે Hardik Pandya, Ranveer Singh સાથે કનેક્શન…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah)એ ટેલિવિઝન પર આવતો સૌથી લોકપ્રિય શો છે. હાલમાં જ આ શો ચર્ચામાં આવ્યો હતો અને એનું કારણ હતું કે આ શોમાં ટપ્પુ સેનાના ગોલીનો રોલ કરનારા કુશ શાહ (Kush Shah)એ 16 વર્ષ બાદ આ શોને અલવિદા કહ્યું હતું. હવે ધર્મિત તુરખિયા (Dharmeet Turkhia)એ શોમાં તેને રિપ્લેસ કર્યો છે. ધર્મિતની એન્ટ્રીથી શોમાં ચોક્કસ જ એક બદલાવ જોવા મળશે, પણ શું તમને ખબર છે કે ધર્મિત તુરખિયાનું ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) સાથે તેનું કનેક્શન છે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…

ધર્મિતે આ પહેલાં રણવીર સિંહ સાથે 2022માં ફિલ્મ સર્કસમાં કામ કર્યું હતું અને આ સિવાય કે હાર્દિક પંડ્યા સાથે પણ એક એડવર્ટાઈઝમેન્ટ કરી ચૂક્યો છે. એટલું જ નહીં પણ અત્યાર સુધીમાં કે ‘ડેટોલ’ સહિતની અનેક બ્રાન્ડ્સની જાહેરખબરોમાં કામ કરી ચૂક્યો છે.
આ પણ વાંચો : TMKOCની એક્ટ્રેસ કરી રહી છે બોયફ્રેન્ડ સાથે લગ્ન? આ કારણે બે જ ફેરા ફરશે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોલીનું પાત્ર ભજવવા વિશે વાત કરતાં ધર્મિતે જણાવ્યું હતું કે હું મારા 100 ટકા આપવાની ટ્રાય કરીશ, પણ જો લોકો મારી સરખામણીએ જૂના ગોગી સાથે કરશે તો તે અયોગ્ય ગણાશે. કુશની અલગ સ્ટાઈલ છે અને મારી સ્ટાઈલ અલગ છે. લોકોએ બંનેને અલગ અલગ રીતે જોવા પડશે તો જ તેમને મારી કલા અને ક્ષમતાનો પરિચય થશે.
હાલમાં જ જૂના ગોલી એટલે કે કુશ શાહે 16 વર્ષ બાદ શોને અલવિદા કહ્યું હતું, કારણ કે તે ન્યૂ યોર્ક સ્ટડી કરવા જઈ રહ્યો છે. એક ઈમોશનલ વીડિયોમાં તેણે તેના ફેન્સ અને શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીનો આભાર માન્યો હતો. એટલું જ નહીં પણ કુશે એવું પણ કહ્યું હતું કે આ શોને કારણે તેમને ઘણો પ્રેમ આપ્યો છે અને તેની 16 વર્ષની સફરને સુંદર ગણાવી છે. આ સિવાય કુશે શોની સ્ટાર કાસ્ટ સાથે કેક કાપીને ફેરવેલ પાર્ટી કરી હતી.
આ વીડિયોમાં અસિત મોદીએ પણ કુશના વખાણ કરતાં જણાવ્યું હતું કે તેણે હંમેશાં પોતાના કેરેક્ટરની ઓરિજિનાલિટીને જાળવી રાખી છે. કુશે તેના ફેન્સને કહ્યું હતું કે કે, હું આ શોને અલવિદા કહી રહ્યો છે, પરંતુ ગોલીનું પાત્ર એ જ રહેશે- એ જ ખુશી, હાસ્ય અને તોફાન તમને જોવા મળશે.
હવે જોવાની વાત એ છે કે શું ધર્મિત ગોલીના પાત્રને ન્યાય આપી શકે કે છે કેમ? ખેર એ તો શો જોયા બાદ જ ખ્યાલ આવશે.