88 વર્ષના આ અભિનેતાના ઘરે ગૂંજી કિલકારી, ફોટો પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કરી Good News…
બોલીવૂડના દિગ્ગજ કલાકાર અને હીમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર (Dharmendra) ભલે છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલા બધા સક્રિય નથી, પણ સોશિયલ મીડિયા પર તેઓ ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ દર થોડાક સમયે કંઈકને કંઈક પોસ્ટ કરતાં હોય છે. હાલમાં જ એક્ટરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરીને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કરી છે. અભિનેતાના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. આ પોસ્ટ જોઈને ફેન્સ ધર્મેન્દ્રને શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે જ ધર્મેન્દ્રએ પોતાના પરિવારના નવા સભ્યની પહેલી ઝલક પણ શેર કરી છે.
ધર્મેન્દ્રના ફેન્સ એ વાત તો ખૂબ જ સારી રીતે જાણે છે કે તેઓ ખેતીવાડીના શોખિન છે અને તેઓ પોતાના ફાર્મહાઉસ પર મોટાભાગનો સમય પસાર કરે છે અને તેમના ફાર્મ પર ગાય-ભેંસ પણ છે. હવે તેમના આ કબીલામાં એક નાનકડા સભ્યનો ઉમેરો થયો છે. ધર્મેન્દ્રે ખુદ આ ક્યુટ નવા મહેમાનનો ફોટો પણ શેર કર્યો છે. ધર્મેન્દ્રએ પોસ્ટ કરતાં લખ્યું છે કે આ નવું સભ્ય એક વાછરડું છે અમે આ વાછરડાં માટે દુઆઓ કરી રહ્યા છે. મારા ઘરના આ નાનકડાં સભ્યના આગમનથી અમે લોકો ખૂબ જ ખુશ છીએ.
ધર્મેન્દ્રની આ પોસ્ટ પર ફેન્સ કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છીએ. એક ફેને તેમની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે ધરમજીએ આ વાત લખીને દિલ ખુશ કરી દીધું. એક બીજા ફેને લખ્યું છે કે ખેતી અને પશુપાલન કરનાર અસલી જટ્ટ છે. કેટલાય ફેન્સ ધર્મેન્દ્રની આ પોસ્ટ પર હાર્ટનું ઈમોજી શેર કરીને પ્રેમ વરસાવ્યો હતો તો કેટલાક લોકોએ ધર્મેન્દ્રને તેમના ઘરે નવા મહેમાનના થવા પર શુભેચ્છાઓ પાઠવી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ધર્મેન્દ્ર છેલ્લે ફિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરીમાં જોવા મળ્યા હતા આ ફિલ્મમાં તેમની સાથે શબાના આઝમી અને જયા બચ્ચન પણ સાથે જોવા મળ્યા હતા.