ધર્મેન્દ્રની આ વસ્તુઓ ચોરી લેતાં હતા તેમના માતા, ખુદ એક્ટરે કર્યો ખુલાસો…

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષે આજે એટલે કે 24મી નવેમ્બરના અંતિમ શ્વાસ લીધા હતા. ધર્મેન્દ્રના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક યુગનો અંત આવ્યો છે અને તેમને એના ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી છે, ત્યારે ચાલો જાણીએ તેમના જીવનના કેટલાક ઓછા જાણીતા કિસ્સાઓ વિશે…
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર જેટલા પોતાના બાળકોની નજીક હતા, એટલા જ તેઓ પોતાના માતા-પિતાની પણ નજીક હતા. અનેક વખત ધરમપાજી ખુદ આ વાતનો ઉલ્લેખ કરી ચક્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં ધરમપાજીએ એક વખત પોતાની સંબંધિત એક રસપ્રદ કિસ્સો ફેન્સ સાથે શેર કર્યો હતો. ચાલો તમને આ કિસ્સા વિશે જણાવીએ…
આ પણ વાંચો: 51 રૂપિયાની ફીથી 500 કરોડના સામ્રાજ્ય કઈ રીતે ઊભું કર્યું હી-મેન ધર્મેન્દ્રએ?
89 વર્ષના ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ હતા, તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો શેર કરતાં રહે છે. એક વખત ધરમપાજીએ પોતાની માતા સતવંત કૌરને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેમની માતા તેમના કપડાં ચોરી લેતા હતા. પરંતુ આ કપડાં ચોરવાનું કારણ જાણીને તમે ચોંકી ઉઠશો.
ધર્મેન્દ્રએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે મારી માતા મારા કપડાં ચોરી લે છે અને પછી ગામમાં જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દે છે. મારી માતા મને હંમેશા કહેતાં કે તું શું કરીશ આટલા બધા કપડાંનું. હું જ્યારે મને કોઈ કપડાં ના પડે તો સનીને પૂછતો કે અરે મારી પેલી પેન્ટ કે પેલું શર્ટ ક્યાં છે ત્યારે સની કહેતો કે એ તો બીજી લઈ ગયા. હું જ્યારે પંજાબ જતો ત્યારે લોકો મને સામેથી કહેતાં કે પાજી આ તમારો કોટ છે કે પછી પાજી આ તમારો શર્ટ છે ત્યારે મને ખબર પડતી. મારી માતા ખરેખર મહાન હતી.
આ પણ વાંચો: બૉલીવુડ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, પીએમ મોદી સહિત અનેક રાજનેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી
ધર્મેન્દ્રએ 1960માં બોલીવૂડ કરિયરની શરૂઆત કરી હતી અને તેમની પહેલી ફિલ્મ હતી દિલ ભી તેરા, હમ ભી તેરે. જોકે, તેમને ઓળખ મળી ફિલ્મ ફૂલ ઔર પથ્થરથી. આ ફિલ્મ 1966માં આવી હતી. પોતાના કરિયરમાં ધર્મેન્દ્રએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમની છેલ્લી ફિલ્મ ઈક્કીસ હશે. આ ફિલ્મ 25મી ડિસેમ્બરના રિલીઝ થશે અને આ ફિલ્મથી અગત્સ્ય નંદા લીડ રોલમાં જોવા મળશે.



