હિ-મેન ધર્મેન્દ્રની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાઈરલ, અમિતાભ બચ્ચન સાથે છે ખાસ કનેક્શન…

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષે છેલ્લાં શ્વાસ લીધા હતા. ધરમપાજીએ પોતાના અભિનયથી ફેન્સના દિલોમાં એક અલગ જગ્યા બનાવી હતી અને તેમની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા અભિનેતાઓમાં કરવામાં આવે છે જેમણે દરેક પેઢીના દર્શકોનું મનોરંજન કર્યું હતું.
ધરમપાજીના નિધન બાદ સોશિયલ મીડિયા પર ધરમપાજીની છેલ્લી સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટનું અમિતાભ બચ્ચન સાથે ખાસ કનેક્શન છે. ચાલો જોઈએ શું છે ધરમપાજીની લાસ્ટ પોસ્ટ…
આપણ વાચો: ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ઉંમરમાં કેટલો તફાવત છે?
ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખાસા એક્ટિવ હતા અને તેઓ સતત સોશિયલ મીડિયા પર ફાર્મહાઉસના વીડિયો અને ફોટો શેર કરતાં હતા. હવે સોશિયલ મીડિયા પર તેમની છેલ્લી પોસ્ટ વાઈરલ થઈ રહી છે.
આ પોસ્ટ ધરમપાજીની છેલ્લી ફિલ્મ ઈક્કીસનું ટ્રેલર છે. આ ફિલ્મમાં દર્શકો ધરમપાજીને છેલ્લી વખત શકશે. 25મી ડિસેમ્બરના આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ધરમપાજીએ 29મી ઓક્ટોબરના ફિલ્મનું ટ્રેલર શેર કર્યું હતું.
ધર્મેન્દ્રની વાત કરીએ આ પોસ્ટ સાથે અમિતાભ બચ્ચનના કનેક્શનની તો ફિલ્મ ઈક્કીસથી અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદા ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આમ ધરમપાજી એવા બોલીવૂડ એક્ટર બની ગયા છે કે જેમણે નાના અને દોહિત્ર સાથે સ્ક્રીન શેર કરી હોય. આ ફિલ્મનું પોસ્ટર પણ આજે રીલિઝ કરવામાં આવ્યું હતું જેમાં ધરમપાજીનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.
આપણ વાચો: મારા જમાનામાં મને જે પસંદ આવી તે સુંદર બની ગઈઃ જુઓ ‘દસ કા દમ’ શોનો ધર્મેન્દ્રનો જૂનો વીડિયો વાયરલ
1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનારા ધરમપાજીએ પોતાના ફિલ્મ કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે અને દિગ્ગજ કલાકારો સાથે કામ પણ કર્યું છે. તેમણે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલોદિમાગ પર એક અલગ છાપ છોડી હતી.
ધરમપાજીએ અનપઢ, બંદિની, મેરા ગાંવ મેરા દેશ, શોલે, ધરમવીર, તહેલકા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ધર્મેન્દ્રએ પોતાના સમયના કલાકાર બલરાજ સહાની, રાજ કપુર, અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, અમરીશ પુરીની સાથે સાથે આજના જમાનાના રણવીર સિંહ, આલિયા ભટ્ટન, શાહિદ કપૂર સહિત અન્ય કલાકારો સાથે પણ કામ કર્યું હતું.



