મનોરંજન

ઉતાવળમાં કરવામાં આવેલા ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર બાબતે હેમા માલિનીનો ચોંકાવનારો ખુલાસો

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા, હી-મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર સદેહે ભલે આપણી વચ્ચે હયાત નથી, પરંતુ તેમના આઈકોનિક રોલ અને એક્ટિંગથી તેઓ આપણા દિલમાં જીવંત રહેશે. ધરમપાજીએ પોતાના 90મા જન્મદિવસના થોડાક દિવસ પહેલાં જ અંતિમ શ્વાસ લીધા.

24મી નવેમ્બરના રોજ ધરમપાજીએ અંતિમ શ્વાસ લીધા. પરંતુ પરિવારે ઉતાવળમાં એકદમ ફટાફટ રાજકીય સન્માન વિના ઝડપથી અંતિમ સંસ્કાર કરી દીધા હતા. હવે ધરમપાજીના બીજા પત્ની હેમા માલિનીએ આ પાછળનું કારણ જણાવ્યું છે.

ધર્મેન્દ્ર બોલીવૂડના દિગ્ગજ અભિનેતા હતા અને તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કદી ના પુરાય એવી ખોટ પડી છે. જોકે, ધર્મેન્દ્રજીના નિધન બાદ તેમના ફેન્સ નારાજ થઈ ગયા હતા કારણ કે તેમને તેમના ફેવરેટ સ્ટારની એક આખરી ઝલક પણ જોવા મળી નહોતી.

આપણ વાચો: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના ફેન્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ આઈકોનિક ફિલ્મ થશે રી-રીલિઝ…

એક્ટરના પરિવારે ઉતાવળમાં ફટાફટ કોઈ પણ રાજકીય સન્માન વિના એક્ટરના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. હવે ધરમપાજીના નિધન બાદ તેમના બીજા પત્ની હેમા માલિનીએ આ વિશે ખુલાસો કર્યો છે.

હેમા માલિનીએ આ વિશે એક ફિલ્મમેકર સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે કેમ પરિવારે ઉતાવળમાં તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. હેમા માલિનીએ જણાવ્યું કે કાશ એ સમયે હું ધર્મેન્દ્રજી સાથે ફાર્મ હાઉસ પર હોત.

હું એમને ત્યાં જોવા માટે તરસી રહી હતી. મેકરે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં એવું પણ જણાવ્યું હતું કે હેમાજી ધરમપાજીને હંમેશા તેમની કવિતાઓને પ્રકાશિત કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા.

આપણ વાચો: ‘ગ્રીક ગોડ’થી લઈને ‘હી-મેન’ સુધીની ધર્મેન્દ્રની સફર કેવી રહી, જાણો ધરમપાજીના જીવનની A2Z વાતો…

ધરમપાજીના અંતિમ સંસ્કાર કેમ ઉતાવળમાં કરવામાં આવ્યા હતા એ વિશે વાત કરતાં હેમા માલિનીજીએ જણાવ્યું હતું કે દુઃખની વાત છે કે ધરમજીના ફેન્સ તેમના અંતિમ દર્શન કરી શક્યા નહીં. વાત જાણે એમ છે કે ધરમજી ક્યારેય નબળા કે બીમાર નહોતા દેખાવવા માંગતા. તેઓ પોતાના નજીકના લોકોથી પોતાનું દુઃખ છુપાવતા હતા.

પોસ્ટમાં ફિલ્મ મેકરે એવું પણ જણાવ્યું હતું કે હેમા માલિનીએ તેમને એવું પણ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિના ગયા બાદ તેના સંબંધિત કોઈ પણ નિર્ણય તેમનો પરિવાર લે છે. પરંતુ જે થયું એ દયનીય હતું અને તમે લોકો એમને એ હાલતમાં ના જોઈ શક્યા હોત. તેમના અંતિમ દિવસો ખુબ જ દર્દનાક અને દુખદાયી હતા. પરિવારના સભ્યો પણ તેમને ખુબ જ મુશ્કેલથી આવી સ્થિતિમાં જોઈ શકતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રજીના આટલી ઉતાવળમાં કરવામાં આવેલા અંતિમ સંસ્કારને કારણે દેઓલ પરિવાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થયા હતા. એટલું જ નહીં દેઓલ પરિવાર અને હેમા માલિની દ્વારા એક જ દિવસે પ્રેયર મીટ રાખવામાં આવતા એ મુદ્દે પણ જાત જાતની વાતો સામે આવી રહી હતી. ધર્મેન્દ્રજીના પરિવાર અને હેમા માલિનીના સંબંધો ખાસ કંઈ સારા નહોતા એ વાત તો બધા જ જાણે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button