ધર્મેન્દ્રની સારવારને લઈ પરિવારે શું લીધો મોટો નિર્ણય? જાણો

મુંબઈઃ બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને બુધવારે સવારે બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પરિવારે તેમની સારવાર માટે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય લીધો હતો. તેમ તેમની સારવાર કરતા ડૉક્ટરે જણાવ્યું હતું.
89 વર્ષના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફ પડતાં મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 11 દિવસ સુધી ડૉક્ટરોની દેખરેખ હેઠળ રહ્યા બાદ હવે તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ધર્મેન્દ્રને આજે સવારે એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાંથી ઘરે લઈ જવામાં આવ્યા હતા.
હૉસ્પિટલના સૂત્રો અનુસાર, હવે તેમને ઘરે આરામ કરવા અને નિયમિત આરોગ્ય તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી છે. હેમા માલિની, ઈશા દેઓલ, સની દેઓલ અને બોબી દેઓલે આ મુશ્કેલ સમયમાં હૉસ્પિટલમાં સતત હાજર રહ્યા હતા.
ધર્મેન્દ્રના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે કૃતિ સેનન અને શાહિદ કપૂરની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં જોવા મળ્યા હતા. હવે તે વૉર ફિલ્મ ‘ઇક્કીસ’માં દેખાશે. આ ફિલ્મ 25 ડિસેમ્બર 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત, તેમની પાસે ‘અપને 2’ પણ પાઇપલાઇનમાં છે.



