મનોરંજન

10 દિવસ બાદ ધર્મેન્દ્રને કોના કહેવાથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો? ડોક્ટરે કર્યો ખુલાસો, કહ્યું કે…

બોલીવૂડના હી-મેન એટલે ધર્મેન્દ્રના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે દસ દિવસ બાદ આખરે ગઈકાલે દિગ્ગજ અભિનેતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે આખરે તબિયત સિરીયસ હોવા છતાં પણ હોસ્પિટલના ડોક્ટરોએ કોના કહેવા પર દિગ્ગજ અભિનેતાને ડિસ્ચાર્જ આપ્યો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…

દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્રની તબિયત હજી પણ સ્થિર નથી અને મુંબઈ ખાતેના બંગલામાં તેમની સારવાર ચાલી રહી છે તો આખરે આવી સ્થિતિમાં ડોક્ટરોએ કોના કહેવા પર તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યો એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. હાલમાં જ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલના એક ડોક્ટરે આ મુદ્દે ખુલાસો કર્યો હતો.

આપણ વાચો: હોસ્પિટલમાંથી રજા મળતાં જ ધર્મેન્દ્રને મળવા પહોંચ્યા અમિતાભ બચ્ચન? વીડિયો થયો વાઈરલ

ડોક્ટરે જણાવ્યું હતું કે ધર્મેન્દ્રને હાલમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હતી. એક સમયે તેમને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમની તબિયતમાં સુધારો થયો હતો. પરિવારની રિક્વેસ્ટ પર તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

ડોક્ટરે એવું પણ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રનાં પહેલાં પત્ની પ્રકાશ કૌર, સની દેઓલ અને બોબી દેઓલની વિનંતી પર અભિનેતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પ્રકાશ કૌર અને સની તેમ જ બોબીની એવી ઈચ્છા હતી કે ધરમપાજીની દેખભાલ અને સારવાર ઘરે કરવામાં આવે, કારણ કે તેમની એવી માન્યતા છે કે પરિવાર સાથે રહેવાને કારણે ધરમપાજી ઝડપથી રિકવર કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 31મી ઓક્ટોબરના ધરમપાજીની તબિયત બગડતાં તેમને સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. 89 વર્ષીય અભિનેતાની તબિયત બગડતાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમની તબિયત સુધારતા ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલમાં અભિનેતા જૂહુ ખાતેના બંગલામાં સારવાર લઈ રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button