દુરિયાં દિલોં મેં બઢતી જા રહીં… 89 વર્ષના એક્ટરની પોસ્ટે ફેન્સની ચિંતા વધારી…

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધર્મેન્દ્રનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. 89 વર્ષે પણ આજના જુવાનિયાઓની જેમ સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમની ફેન ફોલોઈંગ પણ એકદમ તગડી છે. આજે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધર્મેન્દ્રની એક આગવી જગ્યા છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રની એક પોસ્ટને કારણે ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા છે. આવો જોઈએ શું છે આ પોસ્ટમાં-
Also read : પોતાની શરતો પર મિસ વર્લ્ડનો તાજ જિત્યો હતો આ જાણીતી બી-ટાઉન એક્ટ્રેસે…
દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફાર્મહાઉસના વીડિયો અને ફોટો શેર કરતાં રહે છે. ધર્મેન્દ્ર જ નહીં પણ તેમના બંને દીકરા સની દેઓલ અને બોબી દેઓલની પણ તગડી ફેન ફોલોઈંગ છે. હાલમાં જ ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટને કારણે ફેન્સની ચિંતા વધી ગઈ છે.
ધર્મેન્દ્ર પોતાની પોસ્ટમાં સંબંધો ટૂટવાની વાત કરી છે અને એની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં એક્ટર ખુદ ટેન્શનમાં દેખાઈ રહ્યા છે. ધર્મેન્દ્રએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે દુરિયાં દિલોં મેં બઢતી જા રહી હૈ. કબ મિલેગા છુટકારા, ઈન ગલતફહમિયોં સે? ધર્મેન્દ્રની આ પોસ્ટ ફેન્સની વચ્ચે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
ધર્મેન્દ્રની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. યુઝર્સ એના પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે ધર્મેન્દ્રની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે સર આ જ જિંદગી છે. સારા દિલના લોકોને હંમેશા ખોટા સમજવામાં આવે છે. એક બીજા યુઝરે લખ્યું હતું કે સર તમને દુઃખી જોઈને અમને બિલકુલ ગમતું નથી.
Also read : ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વધુ એક લવબર્ડ્સ છૂટા પડ્યા, ફેન્સ થયા દુઃખી…
અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર છેલ્લે ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયામાં જોવા મળ્યા હતા અને હવે ટૂંક સમયમાં જ તેઓ બીજી પણ કેટલીક ફિલ્મોમાં જોવા મળશે.