આ બે ક્રિકેટરના જબરા ફેન હતા હી-મેન ધર્મેન્દ્ર, પોસ્ટ કરીને કહી ખાસ વાત…

24મી નવેમ્બરનો દિવસ બોલીવૂડના દિવંગત અભિનેતા ધર્મેન્દ્રના ફેન્સ માટે ખૂબ દુઃખદ રહ્યો હતો. 89 વર્ષની વયે ધર્મેન્દ્રએ આજે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રના નિધનથી બોલીવૂડ સેલેબ્સથી લઈને રાજકારણીઓ અને સ્પોર્ટ્સમેન સુધીના લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. 300થી વધુ ફિલ્મોમાં કામ કરનારા ધરમપાજી ક્રિકેટના જબરા ફેન હતા અને તેઓ સચિન તેંડુલકરના જબરા ફેન રહ્યા હતા. ચાલો તમને જણાવીએ…
ધર્મેન્દ્ર અને સચિન તેંડુલકરના સંબંધની વાત કરીએ તો 2021માં ધરમપાજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સચિન સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે દેશના ગૌરવસમાન સચિન સાથે આજે ફ્લાઈટમાં અચાનક મુલાકાત થઈ. સચિન જ્યારે જ્યારે મને મળ્યો ત્યારે મને તે મારો વ્હાલો દીકરો બનીને જ મળ્યો. જીતે રહો સચિન, તમને ખૂબ ખૂબ વ્હાલ…
સચિને પણ ધરમપાજીના આ પોસ્ટના જવાબમાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે આજે સૌથી મોટા વીરુ, ધર્મેન્દ્રજી સાથે મુલાકાત થઈ. વીરુઓ (વીરેન્દ્ર સહેવાર અને શોલેના ધર્મેન્દ્રના કેરેક્ટરનો ઉલ્લેખ કરતાં)ની વાત જ અલગ છે. બધા જ તેમના ફેન છે. શું કહે છે વીરુ (વીરેન્દ્ર સહેવાગ).
આ સિવાય ધરમપાજી ક્રિકેટર મોહમ્મદ સિરાજના પણ જબરા ફેન હતા. 2020ના નવેમ્બરમાં જ્યારે સિરાજના પિતાનું નિધન થયું ત્યારે તે ઓસ્ટ્રેલિયા ટૂર પર હતો અને તેને પાછા આવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ સિરાજે એવું નહીં કર્યું. આ ટૂર દરમિયાન સિરાજે 13 વિકેટ લીધી હતી. જ્યારે તે ઓસ્ટ્રેલિયા ટૂરથી પાછો ફર્યો તો એરપોર્ટથી સીધો ખૈરાતાબાદ કબ્રસ્તાન ગયો અને પિતાના કબ્ર પર માથું ટેકાવ્યું હતું.
આ સમયે પણ ધર્મેન્દ્રજીએ સિરાજનો એક ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે સિરાજ ભારતનો બહાદુર દીકરો. ગર્વ છે તારા પર. દિલ પર પિતાના મૃત્યુનો આઘાત અને તું દેશ માટે ક્રિકેટ રમતો રહ્યો. એક જિત વતનના નામ પર હાંસિલ કરીને જ તુ પાછો ફર્યો. કાલે તમે તારા પિતાની કબ્ર પર જોઈને મન ભરાઈ આવ્યું. તેમને જન્નત નસીબ થાય.
ધરમપાજી પોતાના ખુશમિજાજથી હંમેશા લોકોના દિલ જિતી લેતા હતા. તેમણે બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનને પણ પોતાનો ત્રીજો દીકરો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે પણ મારા માટે મારા દીકરા સમાન જ છે અને તે એકદમ મારા જેવો જ છે.
આ પણ વાંચો…એક યુગનો અંત: દંતકથા સમાન ધરમપાજીને ફિલ્મી કલાકારોએ આપી આદરાંજલિ


