ધર્મેન્દ્ર કોને માનતા હતા પોતાનો ત્રીજો દીકરો? નેશનલ ટેલિવિઝન પર કર્યો ખુલાસો…

બોલીવૂડના હી-મેન ધર્મેન્દ્રને 10 દિવસ બાદ આજે હોસ્પિટલમાંથી રજા મળતાં તેમના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 31મી ઓક્ટોબરના ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રને સની દેઓલ અને બોબી દેઓલ નામના બે દીકરા છે એ વાત તો આપણે જાણીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે ધર્મેન્દ્રને ત્રીજો એક દીકરો પણ છે અને તેમણે નેશનલ ટેલિવિઝન પર આનો ખુલાસો કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ કોણ છે ધર્મેન્દ્રનો ત્રીજો દીકરો…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસનો છે. સલમાનના શો પર ધર્મેન્દ્ર ગેસ્ટ બનીને પહોંચ્યા હતા. આ જ શો પર ધર્મેન્દ્રએ પોતાના ત્રીજા દીકરા વિશે ખુલાસો કર્યો હતો. આ શો પર સલમાન ખાન ધર્મેન્દ્રને કહે છે કે તમારે આવતા સિઝનમાં ફરી આવવાનું છે. જેના જવાબમાં ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે હા, ચોક્કસ હું આવીશ. મને તારા માટે ખૂબ જ પ્રેમ છે.
વીડિયોમાં આગળ સલમાન ધર્મેન્દ્રજીને ગળે લગાવે છે ત્યારે ધર્મેન્દ્રએ ખૂબ જ વાત્સલ્ય ભાવ સાથે કહ્યું કે તું મારો દીકરો છે. તું મારો ત્રીજો દીકરો છે. તું મારા પર ગયો છે. લવ યુ… ખુશ રહે બેટા… આ વીડિયો જોતા લાગે છે કે ધર્મેન્દ્ર અને સલમાન ખાન ખાસ બોન્ડ શેર કરે છે અને સલમાન ખાન ખુદ આ વાત અનેક વખત કહી ચૂક્યા છે કે હી-મેન એમના માટે પિતા સમાન છે.
ધર્મેન્દ્ર અને હી-મેન વચ્ચેનો આ પ્રેમાળ સંબંધ અને વાતચીત ફેન્સના દિલ જિતી રહી છે. ફેન્સ આ વીડિયો પર એવું કહી રહ્યા છે કે તેઓ ફરી એક વખત સલમાન ખાન અને ધરમપાજીને સાથે જોવા માંગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને ધર્મેન્દ્રએ ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા હૈમાં સાથે કામ કર્યો હતો. ત્યાર બાદ તેમણે યમલા પગલાં દિવાનાઃ ફિર સે અને ટેલ મી ઓ ખુદા ફિલ્મમાં સ્ક્રીન શેર કરી હતી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો, તમારું દિલ પણ એકદમ ખુશ થઈ જશે…



