ધનુષે પૂર્વ સસરા રજનીકાંતને કંઇક આવી રીતે જન્મદિવસની શુભેચ્છા આપી

સુપરસ્ટાર રજનીકાંત આજે, 12 ડિસેમ્બરે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રજનીકાંતના ચાહકો તેમના જન્મદિવસને તહેવારની જેમ ઉજવે છે. જન્મદિવસના પ્રસંગે થલાઈવાના કેટલાક સાથીદારો અને સહ-અભિનેતાઓ સહિત દેશભરના લાખો ચાહકો સોશિયલ મીડિયા પર તેમના માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. શુભેચ્છા આપનારાઓના બેન્ડવેગનમાં તેમના ભૂતપૂર્વ જમાઈ ધનુષ પણ જોડાયા હતા.
રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંતના પૂર્વ પતિ અને સાઉથના સુપરસ્ટાર ધનુષે રજનીકાંતને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ધનુષે રજનીકાંતને ‘મારા થલાઈવા’ કહીને સંબોધ્યા છે.
તેણે લખ્યું, “એક જ, માત્ર એક, સુપર વનને જન્મદિવસની શુભેચ્છા.. સુપરસ્ટાર .. the phenomenon that redefined mass and style .. my thalaiva રજનીકાંત સર”
આ પણ વાંચો : Vettaiyan: બિગ બી અને રજનીકાંત 33 વર્ષ બાદ એકસાથે મોટા પડદા પર…
જોકે, આ પહેલી વાર નથી, જ્યારે ધનુષે રજનીકાંતને તેમના જન્મ દિવસની શુભેચ્છા આપી હોય. ધનુષ દર વર્ષે રજનીકાંતને તેમના જન્મદિવસની શુભેચ્છા આપે છે.
ધનુષના લગ્ન રજનીકાંતની પુત્રી ૅશ્વર્યા રજનીકાંત સાથે થયા હતા. બંનેએ 2002માં લગ્ન કર્યા હતા અને 2022માં અલગ થવાની જાહેરાત કરી હતી. 2024માં બંનેના ડિવોર્સ ફાયનલ થયા. જોકે, પત્ની ઐશ્વર્યાથી અલગ થયા બાદ પણ ધનુષ તેના એક્સ સસરા સાથે ખાસ બોન્ડ શેર કરે છે અને તેમને પોતાની સૌથી મોટી પ્રેરણા માને છે.