દેવરાનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું, રિપોર્ટ્માં છે અલગ અલગ આંકડા

જૂનિયર એનટીઆર, સૈફ અલી ખાન અને જ્હાનવી કપૂરને ચમકાવતી દેવરા ફિલ્મનું બૉક્સ ઓફિસ કલેક્શન કેટલું છે તે મામલે અલગ અલગ આંકડા આવે છે. જોકે ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન રેકોર્ડ બ્રેક છે અને અમુક હોલીવૂડ બીગ રિલિઝ કરતા પણ વધારે હોવાનું કહેવાય છે. 27મી સપ્ટેમ્બરે પેન ઈન્ડિયા ફિલ્મ દેવરા વર્લ્ડવાઈડ રિલિઝ થઈ હતી. ફિલ્મને ઑપનિંગ વીકએન્ડમાં જ રૂ. 275 કરોડની જબ્બર કમાણી થઈ હોવાનું કહેવાઈ છે. આ ઑપનિંગ અગાઉ હોલીવૂડની The Wild Robotને જ મળી હતી અને દેવરા બીજા નંબરે છે, તેમ એક ફિલ્મ ટ્રેકિંગ ફર્મ કહે છે.
જ્યારે બીજી બાજુ અન્ય એક એજન્સીના કહેવા અનુસાર દેવરાએ પહેલા વિક એન્ડમાં ભારતમાં રૂ.161 કરોડ કમાયા છે, જેમાં રવિવારે રૂ. 40 કરોડની કમાણી થઈ હોવાનું કહેવાઈ છે. સોમવારથી થોડો મહોલ ઠંડો થશે. નિર્માતાઓ દાવો કરી રહ્યા છે કે દેવરા વર્લ્ડ વાઈડ રૂ. 300 કરોડ અને ભારતમાં રૂ. 200 કરોડની કમાણી કરવા તરફ જઈ રહ્યું છે. બીજી બાજુ ફિલ્મને સાઉથના રાજ્યોને બાદ કરતા હિન્દી બેલ્ટમાં ખાસ પ્રતિસાદ મળ્યો નથી. જહ્નવી કપૂર હોવાનો પણ ખાસ કોઈ ફાયદો ફિલ્મને મળ્યો નથી.