જ્યારે ઐશ્વર્યા રાયની સાદગી ભારે પડી ધકધક ગર્લ માધુરી દિક્ષીત પર… વીડિયો થયો વાઈરલ

બોલીવૂડના ઈતિહાસમાં અનેક એવી આઈકોનિક ફિલ્મો આવી છે જે દર્શકોના દિલો દિમાગ પર આજે પણ છવાયેલી છે. આવી જ એક ફિલ્મ એટલે દેવદાસ. શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય-બચ્ચન, માધુરી દિક્ષીત અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. 2002માં આવેલી આ ફિલ્મ કલ્ટ ક્લાસિક ફિલ્મોની કેટેગરીમાં આવે છે.
ફિલ્મની રિલીઝ પહેલાં મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી, જેમાં ફિલ્મના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. આ વીડિયોમાં ઐશ્વર્યાની સાદગી સામે માધુરી દિક્ષીતની ચમક ઝાંખી પડી ગઈ હતી, જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આપણ વાચો: રીલ ને રિયલ લાઈફના દેવદાસ
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોની શરૂઆતમાં શાહરૂખ ખાન જોવા મળી રહ્યા છે અને ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઐશ્વર્યા રાય પર પહોંચી હતી. ફિરોઝ ખાન, દિવંગત પેન્ટર એમએફ હુસૈન, સંજય લીલા ભણસાલી, ટીનુ આનંદ, ચંકી પાંડે, સૈફ અલી ખાન, આશુતોષ રાણા, અમરીશ પૂરી અને પ્રેમ ચોપ્રા પણ પહોંચ્યા હતા.
આ વીડિયોમાં માધુરી દિક્ષીત પતિ શ્રીરામ નેને સાથે જોવા મળી હતી. જોકે, આ સમયે માધુરી દિક્ષીત પર ઐશ્વર્યા રાય-બચ્ચનની સાદગી ભારે પડી ગઈ હોવાની ચર્ચા એ સમયે થઈ હતી.
આપણ વાચો: Aishwarya Rai ને આવ્યો સલમાન અને પરિવારને ઠેકાણે પાડી દેવાનો ઈમેલ અને…
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની શૂટિંગ સમયે માધુરી દિક્ષીત પ્રેગ્નન્ટ હતી. દેવદાસની સ્ક્રીનિંગ પર સંજય લીલા ભણસાલી અને બિનોદ પ્રધાને ફિલ્મની ખાસિયત અને તે બનાવતી વખતે આવેલા પડકારો વિશે પણ વાત કરી હતી. ફિલ્મ જોયા બાદ સ્ક્રીનિંગ પર આવેલા તમામ સ્ટાર્સે શાનદાન રિસ્પોન્સ આપ્યા હતા. અહીંયા તમારી જાણ માટે મુકેશ ભટ્ટ અને શાહરૂખ ખાનના મિત્ર કરણ જોહર પણ દેવદાસની સ્ક્રીનિંગ પર પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે 12મી જુલાઈ, 2002ના જ્યારે આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર બે કરોડ રૂપિયાની કમાણીથી ખાતું ખોલ્યું હતું. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 41.66 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને ઓવરસીઝમાં 31.6 કરોડ રૂપિયા અને વર્લ્ડ વાઈડ 89.46 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
ટૂંકમાં દેવદાસ એક કમર્શિયલ સક્સેસફૂલ ફિલ્મ છે અને શાહરૂખ ખાનની હિટ ફિલ્મોમાંથી એક છે દેવદાસ. શાહરૂખ સાથે આ ફિલ્મોમાં તમામ કલાકારોએ દમદાર એક્ટિંગ કરી હતી, પરંતુ કિરણ ખેરના અભિનયને દર્શકોએ ખૂબ જ વખાણ્યો હતો. આ ફિલ્મમાં કિરણ ખેરે ઐશ્વર્યા રાયની માતાનો રોલ કર્યો હતો.



