દેશીગર્લ પહોંચી હવે અબુ ધાબીમાં, જોઈ લો કાતિલ અંદાજને…
અબુ ધાબીઃ બોલીવુડ જ નહીં, હોલીવુડમાં નામ કમાવનાર દેશી ગર્લ વિદેશમાં સ્થાયી થયા પછી પણ હજુ પણ ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરા ઉર્ફે પીસી તાજેતરમાં અબુ ધાબીમાં પહોંચ્યા પછી લાઈમલાઈટમાં આવી ગઈ છે.
પ્રિયંકા ચોપરા અબુ ધાબીમાં આયોજિત એફવન ગ્રાન્ડ પ્રિક્સ ઈવેન્ટમાં પહોંચી હતી, જેમાં તેના બોલ્ડ અવતારને જોઈને લોકો દંગ રહી ગયા હતા. દેશી ગર્લનો બોલ્ડ અવતાર પણ સોશિયલ મીડિયા પર જોરદાર વા્ઈરલ થયા પછી લોકોએ તેના પર અવનવી પ્રતિક્રિયા આપી હતી.
દુનિયામાં દેશી ગર્લ નહીં, પણ હવે ગ્લોબલ સ્ટાર તરીકે નામ કમાવનારી પ્રિયંકા અબુ ધાબીમાં આયોજિત એફવન ગ્રાન્ડ પ્રિક્સ ઈવેન્ટમાં પહોંચી ત્યારે તેના લૂકને જોઈ લોકો દંગ રહી ગયા હતા, જ્યારે પીસીએ પણ તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના ચાહકોને ખુશ કરી નાખ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી પ્રિયંકાએ પિંક કલરના સ્લીવલેસ બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જ્યારે ડાર્ક સનગ્લાસીસ પહેરીને કિલર પોઝ આપ્યા હતા. અબુ ધાબીના યસ મરિના સર્કિટમાં એફવન ગ્રાન્ડ પ્રિક્સમાં પ્રિયંકા પહોંચ્યા પછી અનેક તસવીરો પણ શેર કરી હતી. પહેલી તસવીરમાં બ્લેક સનગ્લાસ સાથે ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં રેસિંગ ઈવેન્ટમાં હાજર અન્ય લોકો સાથે જોવા મળી હતી.
અન્ય તસવીરમાં હોલીવૂડ સ્ટાર ક્રિસ અને લિયામ હેમ્સવર્થ અને સુપરમોડલ નાઓમી કેમ્પેબલ સાથે જોવા મળી હતી, જ્યારે બીજા એક ફોટોગ્રાફમાં ઈવેન્ટના રેસિંગ કન્ટેન્સ્ટંટની સાથે પોઝ આપ્યા હતા.
વીકએન્ડ ઈન અબુ ધાબીના કેપ્શન સાથે પોસ્ટ કરેલા ફોટોગ્રાફને લાખો લોકોએ લાઈક કરી છે, જ્યારે નાઓમી કેમ્પેબલે પણ રેડ હાર્ટ આપ્યા છે. આ ઉપરાંત, એક યૂઝરે તો પીસી માટે લખ્યું છે સો બ્યુટીફુલ, સો એલિગન્ટ જસ્ટ લુકિંગ લાઈક એ વાવ.