નેશનલમનોરંજન

TMKOC ફેમ Actor Gurucharan Singhના મિસિંગ કેસમાં દિલ્હી પોલીસને મળી મહત્ત્વની માહિતી…

પોપ્યુલર ટીવી શો Tarak Mehta Ka Ooltah Chamaah Fame Actor Gurucharan Singh છેલ્લાં પાંચ દિવસથી મિસિંગ છે અને હવે આ કેસમાં Delhi પોલીસને મહત્ત્વની માહિતી હાથ લાગી છે. દિલ્હી પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે જેમાં એક્ટર પીઠ પર બેગ પહેરીને રસ્તા પર ફરતાં જોવા મળી રહ્યો છે. આ જોઈને હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે Gurucharan Singhએ પોતાની ફ્લાઈટ કેમ મિસ કરી? શું કોઈએ તેનું અપહરણ કરી લીધું છે? પાંચ દિવસથી આખરે અભિનેતા ક્યાં છે અને તેનો ફોન કેમ બંધ આવી રહ્યો છે?

આ વિશે માહિતી આપતા દિલ્હી પોલીસના ડીસીપી Rohit Meenaએ જણાવ્યું હતું કે Gurucharan Singhના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી કે Gurucharan Singh 22મી એપ્રિલના દિવસે મુંબઈ માટે સાડાઆઠ વાગ્યે નીકળ્યા હતા અને ત્યારથી તે મિસિંગ છે. આ મામલે કેસ નોંધ્યો છે અને પોલીસે અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. આપણે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્વેસ્ટિગેશન કરી રહી છે અને એમાં પોલીસને ઘણી મહત્ત્વની ક્લ્યૂ મળી છે.

ALSO READ: TMKOCની એક્ટ્રેસ કરી રહી છે બોયફ્રેન્ડ સાથે લગ્ન? આ કારણે બે જ ફેરા ફરશે…

પોલીસે આ મામલે આઈપીસી સેક્શન 365 હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાઈમરી ઈન્વેસ્ટિગેશનમાં સીસીટીવીના માધ્યમથી પોલીસ એક્ટરની મૂવમેન્ટને ફોલો કરી રહી છે અને ફૂટેજમાં બેગ લઈને એક્ટર અહીંયા ત્યાં ચાલતો જોવા મળી રહ્યો છે. 26મી એપ્રિલના ગુરુચરણ સિંહના પિતા હરગીત સિંહે દિલ્હી પોલીસના હાથ એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે જેમાં Gurucharan Singh રાતે 9.15 કલાકે દિલ્હીના પાલમ વિસ્તારમાં પરશુરામ ચોક જતા જોવા મળી રહ્યો છ અને એની પીઠ પર બેગ પણ જોવા મળી રહી છે.

પોલીસ Gurucharan Singhનું અપહરણ કરાયું છે કે કેમ એંગલથી પણ તપાસ કરી રહી છે. પોલીસ Gurucharan Singhની બેંક ડિટેઈલ્સની પણ તપાસ કરી રહી છે અને એમાં તેમને કેટલીક શંકાસ્પદ માહિતી સામે આવી છે. કેટલાક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન એક્ટરના બેંક એકાઉન્ટથી કરવામાં આવ્યા છે.

દરમિયાન એક્ટરની ફ્રેન્ડ ભક્તિ સોનીએ પણ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક્ટર છેલ્લાં કેટલાય સમયથી બીમાર હતો અને તેનું ખાવા-પીવાનું પણ ઓછું થઈ ગયું હતું. જે દિવસે એક્ટર મુંબઈ માટે આવવા નીકળવાનો હતો એ દિવસે તેનું બ્લડ પ્રેશર હાઈ હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button