
નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને દિલ્હી હાઈ કોર્ટે મોટી રાહત આપતા આદેશ આપ્યો છે કે તેનાં AI જનરેટેડ ફેક ફોટો, વીડિયો વગેરેને 72 કલાકમાં હટાવવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચને અગાઉ કલાકારની પરવાનગી વિના ઇન્ટરનેટ પર તેમની તસવીરો, એઆઈ જનરેડેટ વીડિયો, ફેર વીડિયો કે ઓડિયો વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: અમિતાભ, અનિલ અને જેકી બાદ બોલીવૂડની આ દંપતી બની ડીપ ફેકનો શિકાર, દિલ્હી હાઈકોર્ટ ખખડાવ્યો દરવાજો
કોર્ટે આ અંગે આદેશ આપતા જણાવ્યું હતું કે અભિનેત્રીને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. તેનાં ફોટા કે ઓડિયો વીડિયોનો ઉપયોગ તેની પરવાનગી વિના કરવો તે તેના પર્સનલ રાઈટ્સનું ઉલ્લંઘન છે. કોર્ટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ, ગુગલ વગેરેને નોટિસ આપી. અભિનેત્રીની 72 કલાકની અંદર ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલી યુઆરએલને હટાવવાનો, ઈનએક્ટિવ કરવાનો અથવા બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે કોઈ જાણીતી વ્યક્તિના ચહેરાનો ઉપયોગ તેમની સહમતી વિના થાય છે ત્યારે તેમને વ્યાવસાયિક નુકસાન પણ થાય છે. આમ થવાથી તેમને સન્માપૂર્વક જીવવાનો જે અધિકાર છે, તેના પર પણ અસર થાય છે.
કોર્ટે આઈટી એન્ડ ઈલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટને આ આદેશ આપ્યો છે.