રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ફેન્સને આપી Best Diwali Gift…જોઈને તમે પણ કહેશો

હાલમાં દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ એમાંથી કઈ રીતે બાકાત રહી શકે? ફિલ્મી સિતારાઓ પણ પરિવાર અને મિત્રો સાથે દિવાળી ઉજવી રહ્યા છે ત્યારે બોલીવૂડના પાવર કપલ ગણાતાં રણવીર સિંહ અને દિપીકા પાદુકોણે ફેન્સને ખૂબ જ સુંદર અને યાદગાર એવી દિવાળી ગિફ્ટ આપી છે. એક વર્ષ બાદ આ પાવર કપલે પોતાની લાડકવાયી દીકરીની મુંહ દિખાઈ કરી છે અને જોવાની વાત એ છે કે જોતજોતામાં જ રણવીર અને દીપિકાની લાડકવાયી દુઆ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં દુઆ સિંહના ફોટો જોવા મળી રહ્યા છે અને દુઆ મમ્મી દીપિકા કે પપ્પા રણવીર જેવી દેખાય છે એની ચર્ચા ચાલી રહી છે.
બોલીવૂડના પોપ્યુલર અને મેડ ફોર ઈચ અધર કપલ એટલે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ. ગયા વર્ષે 8મી સપ્ટેમ્બરના દીપિકા અને રણવીરને ત્યાં લક્ષ્મીરત્નનો જન્મ થયો અને તેમણે તેનું નામ પાડ્યું દુઆ. હવે દુઆના જન્મ બાદથી જ ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર હતા, પરંતુ તેમની આ તપસ્યાનું ફળ તેમને ગઈકાલે દિવાળી પૂજા બાદ મળ્યું. દિવાળી પર આ કપલે દુઆની મુંહ દિખાઈ કરી છે.
દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ ફેમિલી ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં દીપિકાએ દુઆને તેડી લીધી છે અને રણવીર ખૂબ જ વ્હાલથી દુઆને જોઈ રહ્યો છે. દુઆની ક્યુટ સ્માઈલે તો ફેન્સના દિલડા ચોરી લીધા છે. ફેન્સ તો નાનકડી દુઆ પપ્પા રણવીર કે મમ્મી દીપિકાની કાર્બન કોપી છે એની સરખામણી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. પણ એક વાત તો છે કે દીપિકા અને રણવીરે પોતાના ફેન્સને બેસ્ટ દિવાળી ગિફ્ટ એવર આપી છે એ વાતમાં કોઈ શંકા નથી.
દીપિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. આ ફોટોમાં દીપિકા અને દુઆ બંનેએ રેડ કલરનો ઈન્ડિયન એથનિક આઉટફિટ પહેર્યો છે. જ્યારે રણવીર સિંહે ઓફ વ્હાઈટ કલરો આઉટફિટ પહોર્યો છે. દીપિકાએ શેર કરેલાં ફોટોમાં દુઆ ક્યારેક ડેડી રણવીરની બાહોમાં તો ક્યારેક મમ્મી દીપિકાના ખોળામાં દિવાળી પૂજા કરતી જોવા મળી રહી છે.
સેલિબ્રિટી અને ફેન્સ આ વાઈરલ ફોટોના કમેન્ટ સેક્શનમાં ભરભરીને દુઆ પર વ્હાલ વરસાવી રહ્યા છે. એક્ટ્રેસ અનન્યા પાંડેએ આ ફોટો પર ઓહ ગોડ તો હંસિકા મોટવાનીએ ખૂબ જ વહાલી એવી કમેન્ટ કરી છે. જ્યારે બિપાશા બાસુએ કમેન્ટ કરી છે કે વાહ દુઆ, એકદમ છોટી મા જેવી. ભગવાન દુઆનું ભલું કરે. દુર્ગા, દુર્ગા…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ ટૂંક સમયમાં ફિલ્મ ધૂરંધરમાં જોવા મળશે, જે આ વર્ષે 6 ડિસેમ્બરના રિલીઝ થશે. ત્યાર બાદ તે ફિલ્મ ડોન થ્રીના શૂટિંગમાં વ્યસ્ત થઈ દશે. જ્યારે દીપિકા પદુકોણ અલ્લુ અર્જુન સાથેની આગામી ફિલ્મ માટે તૈયારી કરી રહી છે. આ સિવાય કે શાહરૂખ ખાનની ફિલ્મ કિંગના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.
આ પણ વાંચો…દીપિકા હિજાબમાં અને રણવીર સિંહ લાંબી દાઢીમાં: અબુ ધાબીના વીડિયોમાં કપલનો નવો લુક વાયરલ