સ્પિરિટના વિવાદ બાદ દીપિકાએ ફેન્સને આપ્યા ગૂડ ન્યૂઝઃ આ સુપરસ્ટાર સાથે જમાવશે જોડી…

અભિનેત્રી દીપિકા પદુકોણ તાજેતરમાં જ સમાચારોમાં છવાયેલી રહી હતી. આનું કારણ તેણે સાઈન કરેલી અને પછી છોડેલી ફિલ્મ સ્પિરિટ છે. કબીર સિંહ અને એનિમલ ફેમ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે થયેલા વિવાદ બાદ સોશિયલ મીડિયા પર દીપિકાને સપોર્ટ કરતી પોસ્ટ પણ વાયરલ થઈ હતી. જોકે ફેન્સ દીપિકાને ફિલ્મમાં જોવા માગતા હતા અને દીપિકાએ ફિલ્મ છોડી એટલે તેઓ નિરાશ પણ થયા હતા, પરંતુ અભિનત્રીએ ફેન્સને સારા સમાચાર આપ્યા છે. દીપિકાએ એક ફિલ્મ સાઈન કરી છે જેમાં તે તેલુગુ સુપરસ્ટાર અને આપણે જેને પુષ્પાના નામથી જાણીએ છીએ તે અલ્લુ અર્જન તેનો હીરો છે.
એટલીની આ ફિલ્મનું નામ હાલમાં નક્કી નથી એટલે તેને AA22xA6 તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે દીપિકા દેખાશે. ફિલ્મના મેકર્સ સન પિક્ચર્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરવામાં આવી છે અને એટલી દીપિકાને સિન સમજાવતા હોય તેવો વીડિયો પણ વાયરલ થયો છે. દીપિકા ફિલ્મમાં ફાઈટ સિન કરતી જોવા મળશે તેમ જમાઈ રહ્યું છે.

AA22xA6 અલ્લુ અર્જુન અને એટલીની જોડી બનાવી રહી હોવાથી ચર્ચામાં હતી જ ત્યારે વે દીપિકાને એન્ટ્રીએ ફિલ્મ જોવાનું એક્સાઈટમેન્ટ અત્યારથી વધારી દીધું છે. જોકે દીપિકાએ એટલી સાથે ફિલ્મ જવાનમાં પણ કામ કર્યું છે. આથી તેની માટે આ પહેલો અનુભવ નથી, પણ અલ્લુ સાથેની તેની જોડી જબરું આકર્ષણ જમાવશે તે નક્કી છે.
આપણ વાંચો : દીપિકાની 8 કલાકની શિફ્ટની માંગ: પંકજ ત્રિપાઠી અને મણિરત્નમે કર્યો સપોર્ટ, આપ્યું આ નિવેદન…