Ranveer Singh નહીં આ કોની સાથે ડિનર ડેટ પર ગઈ મોમ ટુ બી દીપિકા પદુકોણ?

બોલીવૂડનું ક્યુટ અને એડોરેબલ કપલ એટલે રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પદુકોણ (Deepika Padukone) ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. હાલમાં દીપિકા તેની પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસોનો આનંદ માણી રહી છે.
દરમિયાન મંગળવારે એક્ટ્રેસ પોતાના સાસરિયાઓ સાથે ડિનર પર ગઈ હતી. પરંતુ આ સમયે તે પતિ રણવીર નહીં પણ એક ખાસ વ્યક્તિ સાથે જોવા મળી હતી, એટલું જ નહીં પેપ્ઝ અને કેમેરાની સામે તેણે આ ખાસ વ્યક્તિને હગ પણ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કોણ છે આ ખાસ વ્યક્તિ-
મૉમ ટુ બી દીપિકા નવમે મહિને જોવા મળી તો ફેન્સ થઈ ગયા રાજી, સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે નવા મહેમાનની
હવે તમને પણ એવો સવાલ થયો હશે કે આખરે દીપિકા પાદુકોણ સાથે જોવા મળેલી વ્યક્તિ કોણ છે? તો તમારી જાણ માટે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક્ટ્રેસ સાથે જોવા મળેલી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પેરિસ ઓલિમ્પિક્સ 2024નો સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન (Lakshya Sen) હતો.
દીપિકા તેના પરિવાર સાથે જ્યારે ડિનર કરીને બહાર નીકળી ત્યારે તેની સાથે બેડમિન્ટન પ્લેયર લક્ષ્ય સેન પણ જોવા મળ્યો હતો. એક્ટ્રેસે તેને ગળે લગાવીને ગુડબાય કર્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી હતી. દીપિકા અને લક્ષ્યની આ બોન્ડિંગે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિક 2024ની બ્રોન્ઝ મેડલ મેચમાંથી બહાર હતો ત્યારે રણવીર સિંહે તેને સપોર્ટ કરતાં લક્ષ્યના પર્ફોર્મન્સની પ્રશંસા કરી હતી અને તેને પ્રોત્સાહિત કર્યો. રણવીર સિંહે લક્ષ્યનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘ફરી એક વાર લડો’. પોતાની પોસ્ટમાં તેણે બેડમિન્ટન ખેલાડીના વખાણ કર્યા અને કહ્યું કે શું શોટ, શું ધીરજ અને શું રમ્યો છે તું, હજી તો તું 22 વર્ષનો જ છે અને અને આ તો માત્ર શરૂઆત છે.
આ પણ વાંચો: મૉમ ટુ બી દીપિકા નવમે મહિને જોવા મળી તો ફેન્સ થઈ ગયા રાજી, સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે નવા મહેમાનની
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ દીપિકા પાદુકોણ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળી હતી અને આ સિવાય તે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મમાં પણ એક્ટિંગ કરતી જોવા મળશે.