દુનિયાના સૌથી સુંદર લોકોની યાદીમાં બૉલીવુડની આ બે સ્ટારને સ્થાન!

દર વર્ષે આવી અનેક યાદીઓ જાહેર કરવામાં આવે છે, જેમાં વિશ્વના સૌથી અમીર લોકોની યાદી બહાર પાડવામાં આવે છે. કેટલીક સ્પર્ધા પર આધારિત હોય છે, જ્યારે કેટલીક વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે. તાજેતરમાં જ એક સાયન્સ બેઝ્ડ રિસર્ચ જાહેર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિશ્વની સૌથી સુંદર મહિલાઓની સાથે-સાથે હેન્ડસમ પુરુષોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ઘણા વિદેશીઓની સાથે બે ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગર્ભવતી દીપિકા પાદુકોણને કોણે વાળથી પકડીને ઘસડી?
વિદેશીઓની સાથે જે બે ભારતીયોનો સમાવેશ થાય છે તે કોઇ આ સામાન્ય લોકો નથી પરંતુ ફિલ્મ સ્ટાર્સ છે. આ બંને ફિલ્મ સ્ટાર્સ બોલિવૂડના મોટા નામ છે. બેક ટુ બેક સફળ ફિલ્મો આપનાર આ બંને સ્ટાર્સે એકસાથે ઘણી હિટ ફિલ્મો આપી છે. ચાલો બહુ જ છુપું રાખ્યા વિના આ બંનેના નામ પરથી પડદો ઉઠાવી દઈએ.
દીપિકા પાદુકોણનું ટોપ 10માં સ્થાન:
એક નવા સંશોધનમાં પ્રસિદ્ધ પ્લાસ્ટિક સર્જન ડૉ. જુલિયન ડી સિલ્વાએ ગ્રીક ગોલ્ડન રેશિયોના આધારે જુદી જુદી અભિનેત્રીઓના ચહેરામી વિશેષતાઓને માપી હતી. “કિલિંગ ઈવ”ની જોડી કોમરે આ યાદીમાં પ્રથમ સ્થાને છે. જ્યારે દીપિકા પાદુકોણ ટોપ 10માં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય છે. દીપિકાએ 91.22% સ્કોર સાથે 9મું સ્થાન મેળવ્યું છે. આ સ્કોર તેના ચહેરાનું સંતુલન અને સુંદરતા દર્શાવે છે. દીપિકાની સુંદરતા માત્ર તેની ફિલ્મી ભૂમિકામાં જ નહીં પરંતુ તેના વાસ્તવિક જીવનમાં પણ લોકોને પ્રભાવિત કરે છે.
આ પણ વાંચો : ‘હું તારી જેમ નેપોકિડ નથી, આઉટસાઇડર છું’ શાહરૂખ ખાને કોને સંભળાવ્યુ આમ…
ટોપ 10માં એકમાત્ર ભારતીય અભિનેતા:
શાહરૂખ ખાને 86.76%ના સ્કોર સાથે હેન્ડસમ પુરુષોની યાદીમાં 10મું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં સ્થાન પામનાર તે એકમાત્ર ભારતીય અભિનેતા છે. શાહરૂખને ઘણીવાર દુનિયાના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે, અને હવે આ રિસર્ચે તેના દેખાવને સાયન્ટિફિક માન્યતા આપી છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાને માત્ર તેમની પ્રતિભા જ નહીં પરંતુ તેમની સુંદરતાથી પણ દુનિયાભરમાં ઓળખ મેળવી છે.