માતા બન્યા બાદ દીપિકા પદુકોણે કહ્યું મારે ઘણું સહન કરવું પડ્યું છે…

બોલીવૂડની મસ્તાની ગર્લ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પોપ્યુલર કપલ છે. દીપિકા પદુકોણ અને રણવીર સિંહે પણ ગયા વર્ષે જ 8મી સપ્ટેમ્બરના જ દીકરીને જન્મ આપ્યો હતો. કપલે સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરીના જન્મની અને નામની જાહેરાત કરી હતી.
માતા બન્યા બાદ દીપિકા પદુકોણે ફિલ્મો અને સોશિયલ મીડિયાથી દૂરી બનાવી રાખી છે અને હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન પોતાની દીકરી દુઆ પર છે. જોકે, આ બાબતે હાલમાં દીપિકાએ મધરહૂડને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દીપિકાએ જણાવ્યું હતું કે આઠ નવ મહિના અને ડિલીવરી દરમિયાન મને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. આવો જોઈએ ડીપીએ બીજું શું કહ્યું છે
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ જણાવ્યું હતું કે પ્રેગ્નન્સી અને ડિલીવરીના આઠ નવ મહિનામાં મેં ઘણું બધું સહન કર્યું છે. રણવીર અને મને દીકરીનું નામ પસંદ કરવામાં સમય લાગ્યો હતો. મને લાગે છે કે અમારા માટે સૌથી મહત્ત્વની વાત એ હતી કે પહેલાં પોતાની દેખરેખ હેઠળ મોટી કરવી. આ નવી દુનિયાથી તેને વાકેફ કરાવવી.
દીપિકાએ આ ઈન્ટરવ્યુમાં પોતાની દીકરી માટે દુઆ નામ કઈ રીકે પસંદ કર્યું એ વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે કવિતા અને સંગીત પરથી જ મને મારી દીકરીનું નામ દુઆ રાખવાની પ્રેરણા મળી હતી. એ એક ખુબસુંદર સાંરાશની જેમ લાગ્યું કે તે અમારા માટે શું અને કેટલું મહત્ત્વ રાખે છે. દીપિકાએ એ ક્ષણને યાદ કરતાં જણાવ્યું હતું કે મેં અડધી રાતે રણવીરને જ્યારે તે સેટ પર હતો ત્યારે તેને મેસેજ કરીને પૂછ્યું કે દુઆ? તેણે હામાં જવાબ આપ્યો અને બસ આ રીતે અમે દુઆ નાખ રાખ્યું.
દીકરીના જન્મ બાદ પોતાની માનસિક સ્થિતિ વિશે વાત કરતાં દીપિકાએ જણાવ્યું હતું કે તે ઠીક છે અને પોતાની આસપાસના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમણે આ મુશ્કેલ સમયમાં તેની દરકાર કરી. હું ખરેખર ખૂબ જ લકી માનું છું મારી જાતને કે મને મારી આસપાસમાં એવા લોકો મળ્યા છે કે મને હંમેશા એ સપોર્ટ સિસ્ટમ મળી છે કે મને ખુશ રાકે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ કો દીપિકા પદુકોણ છેલ્લે ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગણ, અક્ષય કુમાર, કરિના કપૂર-ખાન, ટાઈગર શ્રોફ, અર્જુન સિંહ અને રણવીર સિંહ પણ જોવા મળ્યા હતા.
આપણ વાંચો :…તો રણવીર સિંહ નહીં આ વ્યક્તિની પત્ની હોત Deepika Padukone?