Deepika Padukone નથી માનતી હમ દો, હમારે દોમાં, તેને જોઈએ છે આટલા બાળકો

અભિનેત્રી દીપિકા પદુકોણ (Deepika Padukone) અને અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) માતા-પિતા બનવા જઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં બન્નેના ઘરે પારણું બંધાઈ તેની રાહ તેઓ જોઈ રહ્યા છે. બોલીવૂડ સ્ટાર (Bollywood news) સાથે તેના ફેન્સ પણ બહુ એક્સાઈટેડ છે. આ બધા વચ્ચે દીપિકાનો એક ઈન્ટવ્યુ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રીને પૂછવામાં આવે છે કે જો તું ફિલ્મજગતમાં ન હોત તો શું કરતી હોત. ત્યારે તેણે કહ્યું કે હું પરિવાર સાથે સમય પસાર કરતી હોત અને મારે ત્રણ બાળકો હોત તેમ હું ઈચ્છું છું.
આમ તો ભારતમાં એક દંપતી બે સંતાનો રાખે તે સલાહભર્યું માનવામા આવે છે, પરંતું દીપિકાને ત્રણ સંતાનની ઈચ્છા છે તો વળી રણવીર સિંહને દીકરી જ સંતાન તરીકે જોઈએ છે. રણવીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ઈચ્છે છે કે તેના ઘરે દીકરી જન્મે જેથી તેની આસપાસ ઊર્જા રહે.
રણવીર અને દીપિકા 2012માં રામલીલા (Goliyon Ki Raasleela Ram-Leela) ફિલ્મના સેટ પર મળ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. છ વર્ષ તેમની રિલેશનશિપ ચાલી હતી અને 2018માં તેમણે ઈટલીમાં લગ્ન કર્યા હતા.
તેમના લગ્નના છ વર્ષ બાદ હવે તેમણે ગૂડ ન્યૂઝ આપ્યા છે અને સપ્ટેમ્બરમાં બન્ને મમ્મી-પપ્પા બની જશે. થોડા દીવસો પહેલા દીપિકાએ યલ્લો ગાઉન સાથે પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટા પોસ્ટ કર્યા હતા તો એક વાર તે મમ્મી સાથે ડીનર પર જતા કેમેરામાં કેદ થઈ હતી.