મનોરંજન

… તો Deepika Padukone નહીં પણ આ એક્ટ્રેસ હોત Ranveer Singhના બાળકની મા!

હાલમાં બોલીવૂડ એક્ટ્રેસ Deepika Padukone અને Ranveer Singhના આવનાર બાળકને કારણે લાઈમલાઈટમાં છે. અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે દીપિકા પદુકોણની ડ્યૂ ડેટ 28મી સપ્ટેમ્બર છે અને આ જ દિવસે તેના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરનો જન્મદિવસ પણ છે. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. પરંતુ હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે જો દીપિકા પદુકોણ રણવીર સિંહના સંતાનની મા ના બની હોત તો બોલીવૂડની જ એક એક્ટ્રેસ રણવીરના સંતાનની મા બની હોત. આવો જોઈએ કઈ છે આ એક્ટ્રેસ…

અહીંયા તમારી જાણ માટે કે દીપિકા પદૂકોણ પહેલાં રણવીર સિંહનું નામ પરિણીતી ચોપ્રા સાથે જોડાઈ ચૂક્યું છે. બંનેના અફેરની ચર્ચા એકદમ જોરશોરથી ચાલી હતી. એક વખત એક ઈન્ટરવ્યુમાં પરિણીતીએ કહ્યું હતું કે બ્રેકઅપ બાદ તેનું દિલ તૂટી ગયું છે. પરિણીતી અને રણવીર એક સાથે ફિલ્મ કિલ દિલમાં જોવા મળ્યા હતા અને એ જ સમયે બંનેનું અફેયર શરૂ થયું હતું.

ત્યાર બાદ એક ઈન્ટરવ્યુમાં પરિણીતીએ જણાવ્યું હતું કે તે રણવીર સાથે ન્યુટેલા ભરેલાં બાથટબમાં જંપ કરવા માંગે છે, પણ તેણે પછી વાતને વાળી લેતાં કહ્યું હતું કે કપડાં પહેરીને… આ પહેલાંના એક ઈન્ટરવ્યુમાં પરિણીતીએ રણવીને પોતાનો ફેવરેટ કો સ્ટાર ગણાવ્યો હતો અને એ સમયે બંનેના નામ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 2015માં માલદિવ્ઝ ખાતે રણવીરે દીપિકાને પ્રપોઝ કરી હતી અને ત્રણ વર્ષ ડેટ કર્યા બાદ આખરે બંને જણે આખરે ઈટલીમાં લગ્ન કરી લીધા હતા. ગોલિયો રાસલીલા-રામલીલાથી બંનેની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી અને ત્યાર બંને જણે બાજીરાવ મસ્તાવી અને પદ્માવત જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button