Hospital પહોંચી આ અભિનેત્રી, કોઈ પણ ઘડીએ આપશે Good News…

હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોમ ટુ બી Deepika Padukone તેની પ્રેગ્નન્સીને કારણે ચર્ચામાં છે અને અત્યારે જ સામે આવી રહેલા અહેવાલો અનુસાર દિપીકા પદુકોણ હૉસ્પિટલ પહોંચી છે અને કોઈ પણ ઘડીએ એક્ટ્રેસ ગુડ ન્યુઝ આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકા પદુકોણ નવ મહિનાની ગર્ભવતી છે.
દિપીકા પદુકોણ અને રણવીર સિંહે જ્યારથી તેઓ પેરેન્ટ્સ બનવાના છે એવા સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા ત્યારથી જ ફેન્સ એકદમ આનંદથી ઉછળી પડ્યા હતા અને નવા મહેમાનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બંને જણે આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : દીપિકા અને રણવીર પહોંચ્યા સિદ્ધિ વિનાયક મંદિરે, તસવીરો વાઇરલ
હવે સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિપીકા પદુકોણ તેની માતા સાથે મુંબઈમાં આવેલી રિલાયન્સ હોસ્પિટલ પહોંચી છે. એક્ટ્રેસ પોતાના બ્લ્યુ કલરની કારમાં હૉસ્પિટલ જતી જોવા મળી હતી. આ જોઈને ફેન્સ એવા ક્યાસ લગાવી રહ્યા છે કે દિપીકા અને રણવીર કોઈ પણ ઘડીએ ગુડ ન્યૂઝ આપી શકે છે.
જોકે, દિપીકા પદુકોણની ડ્યુ ડેટ સપ્ટેમ્બરના અંતમાં છે. આ પહેલાં પણ અનેક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જેમાં દિપીકા 28મી સપ્ટેમ્બરના બાળકને જન્મ આપશે એવો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ આ તારીખ સાથે દિપીકાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરનો સંબંધ છે, કારણ કે આ જ દિવસે તેનો જન્મ દિવસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ કપલ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યું હતું બાપ્પાના દર્શન લેવા માટે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયા હતા. આ પહેલાં રણવીર અને દિપીકાએ મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેના ફોટો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા હતા.