મમ્મી બન્યાના કલાકો બાદ જ Deepika Padukoneએ લીધો મહત્ત્વનો નિર્ણય…

બોલીવૂડ એક્ટ્રેસ Deepika Padukone અને Ranveer Singh હાલમાં જ એક દીકરીના પેરેન્ટ્સ બન્યા છે. મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દીપિકાએ એક દીકરીને જન્મ આપ્યો અને ત્યારથી જ કપલ પર શુભેચ્છાનો વરસાદ થવા લાગ્યો છે. પરંતુ મમ્મી બન્યાના કલાકો બાદ જ દીપિકાએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આવો જોઈએ શું છે આ મહત્ત્વનો નિર્ણય-
કપલના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર દીપિકા પોતાની લાડકવાયી રાજકુમારી માટે કોઈ નેની નથી રાખવાની અને તે ખુદ જ એનું ધ્યાન રાખશે. એવું કહેવાઈ રહ્યું છે કે દીપિકા પોતાની દીકરીના ઉચ્છેર માટે બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચનના નક્શેકદમ પર ચાલશે. ઐશ્વર્યાએ પણ દીકરી આરાધ્યા માટે પોતાના કરિયરનું બલિદાન આપ્યું હતું અને દીકરીનું ધ્યાન જાતે જ રાખ્યું હતું. હવે દીપિકા પણ ઐશ્વર્યાની જેમ પોતાનો પૂરો સમય પોતાની લિટલ એન્જલને આપશે.
જોકે, હજી સુધી દીપિકાએ એક્ટિંગ છોડવા વિશે કોઈ પણ ઓફિશિયલ જાહેરાત કરી નથી. એવું પણ બની શકે છે કે દીપિકા મેટરનિટી લીવ બાદ કામ પર પાછી ફરે અને પોતાના કમિટમેન્ટ પૂરા કરે. ત્યાર બાદ પોતાની દીકરીના ઉચ્છેર માટે એક લાંબો બ્રેક લે. આ ઉપરાંત એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે કે દીપિકા રણવીર પણ પોતાની દીકરી માટે નો ફોટો પોલિસી ફોલો કરશે અને પોતાના જિગરના ટુકડાને મીડિયાથી પણ હાલના તબક્કે તો દૂર રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોમેડિયન ભારતી સિંહે પણ મધરહૂડની પોતાની જર્ની ફેન્સ સાથે શેર કરતાં જણાવ્યું હતું કે મારા દીકરાની દેખરેખ હું પોતે જ કરું છું. હા, મેં નેની રાખી છે પણ એ મારી મદદ માટે. હું મારા દીકરા માટે બધું જ રેડી કરીને આવું છું અને નેનીએ મારા ઓર્ડર્સ ફોલો કરવાના રહે છે.
એક એક્ટ્રેસ તરીકે તો દીપિકા પદુકોણ લાજવાબ છે જ પણ એક માતા તરીકે પણ તે એકદમ બેસ્ટ સાબિત થશે, એવો વિશ્વાસ ફેન્સ વ્યક્ત કરી રહ્યા છે.