માતા બન્યા બાદ આ સમસ્યાથી ત્રાસી ગઈ છે Deepika Padukone, તમે જ જોઈ લો…

બોલીવૂડની મસ્તાની દિપીકા પદુકોણ (Deepika Padukone) હાલમાં પ્રોફેશનલ અને પર્સનલ બંને કારણોસર ચર્ચામાં રહે છે. દિપીકા પદુકોણ હાલમાં પોતાની આગામી ફિલ્મ સિંઘમ અગેનને કારણે તો લાઈમલાઈટમાં છે જ પણ એની સાથે સાથે તે મધરહૂડને કારણે પણ તે ચર્ચામાં રહે છે. દિપીકાએ માતા બન્યા બાદ મધરહુડમાં આવતી ચેલેન્જ વિશે વાત કરી હતી. એટલું જ નહીં પણ તેણે એને સૌથી વધુ કઈ વસ્તુથી ત્રાસ થાય છે એના વિશે પણ વાત કરી હતી.
દિપીકાએ હાલમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે-2024 માટે આયોજિત એક કાર્યક્રમમાં પોતાની મેન્ટલ હેલ્થને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દિપીકા બર્નઆઉટ વિશે વાત કરી રહી છે. દિપુએ જણાવ્યું હતું કે માતા હન્યા તેને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તે કઈ રીતે આને મેનેજ કરે છે.
આ પણ વાંચો : પિતા બનતા બદલાઈ ગયો Ranveer Singh? Caring Husband મટીને દિપીકાને રાહ જોવડાવતો થઈ ગયો!
એક્ટ્રેસે જણાવ્યું હતું કે જ્યારે તમારી ઊંઘ પૂરી નથી થતી કે બર્નઆઉટ થાય છે તો તમે જે નિર્ણય લો છો અને એ નિર્ણય લેવામાં ક્યારેક ક્યારેક ખૂબ જ મુશ્કેલી પડે છે. મને ખબર છે તે જ્યારે હું સ્ટ્રેસ કે બર્નઆઉટ ફીલ કરું છું ત્યારે શું થાય છે. મા બન્યા બાદ હું મારા સંતાનની દેખભાલ કરવામાં વ્યસ્ત છું અને મને આરામ કરવાનો કે ઉંઘ પૂરી કરવામનો પણ સમય નથી મળતો. આવા સમયે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં મારે ખૂબ જ સમજવું અને વિચારવું પડે છે. હું ખૂબ જ હેરાન-પરેશાન થઈ જાવ છું. આને કારણે મારી મેન્ટલ હેલ્થની સાથે સાથે જ ફિઝિકલ હેલ્થ પર પણ અસર જોવા મળે છે.
વાતચીત દરમિયાન દિપીકાએ એ પણ જણાવ્યું હતું કે કઈ રીતે લોકો ઘણી વખત પોતાની અંદર નકારાત્મક વિચારો, ભાવનાઓ સમેટીને રાખે છે અને એના વિશે જ વિચારતા રહે છે. દિપીકાએ એવું પણ જણાવ્યું હતું કે દર્દ, ગુસ્સો અને આવા જ કેટલાક ઈમોશન અનુભવી શકો છો, પરંતુ એ સમયે તમે કંઈ કરી શકતા નથી. જ્યારે પણ તમારી સાથે આવું થાય ત્યારે તમારા સંતાન વિશે વિચારો અને ધીરજ જાળવી રાખો. દિપીકા અને રણવીર સિંહ સાતમી સપ્ટેમ્બરના દિવસે જ એક બાળકીના પ્રાઉડ પેરેન્ટ્સ બન્યા હતા.