Deepika Padukoneએ ઈન્સ્ટાગ્રામ બાયોમાં કર્યો આ મહત્ત્વનો ફેરફાર, તમે જોયો કે નહીં?
હાલમાં બોલીવૂડની બ્યુટીફૂલ મસ્તાની દીપિકા પદૂકોણ (Deepika Padukone) હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે અને એનું કારણ છે દીપિકા અને રણવીર સિંહના ઘરે આવેલી નાનકડી એન્જલ. ગઈકાલે જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને દીપિકા પદૂકોણ અને રણવીર દીકરીને લઈને ઘરે આવ્યા ત્યારથી જ ફેન્સ લાડકવાયી દીકરીની એક ઝલક જોવા માટે બેતાબ થઈ ગયા હતા. હવે દીપિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના બાયોમાં કંઈક એવો ફેરફાર કર્યો છે કે જેણે લોકોને ચોંકાવી દીધા છે. આવો જોઈએ આખરે એવું તે શું ચેન્જ કર્યું છે દીપુએ-
આ પણ વાંચો : દીપિકા પાદુકોણને હૉસ્પિટલમાંથી મળી રજા, નાનકડી પરીને જોવા ફેન્સ થયા બેતાબ
દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પરના બાયોમાં ચેન્જિસ કરીને દીકરીના જન્મ બાદ તેના જીવનમાં આવેલો ફેરફાર ફેન્સ સાથે શેર કર્યો છે. દીપુએ બાયોમાં ફોલો યોગ બ્લિસને બદલે ફીડ, બર્પ, સ્લીપ અને રીપિટ લખ્યું છે. આ બાયોને જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે દીકરીના જન્મ બાદ દીપિકાના જીવનમાં બદલાવ આવ્યો છે અને એ પોતાની દીકરીને દૂધ પીવડાવે છે, દૂધ પીવડાવ્યા બાદ બર્પ કરે છે અને પછી સુવડાવે છે. બસ આ જ પ્રોસેસ સતત ચાલતી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 8મી સપ્ટેમ્બરના દીપિકા રણવીર સિંહે પોતાને ત્યાં દીકરીનો જન્મ થયો હોવાની માહિતી આપતા પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાતમી સપ્ટેમ્બરના રોજ દીપિકા મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ થઈ હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. જે જોઈને ફેન્સને અંદાજો આવી ગયો હતો કે તેમનું આ ફેવરેટ કપલ હવે ગમે તે ઘડીએ ગુડ ન્યુઝ આપશે.
આ જ વર્ષે ફેબ્રુઆરી, 2024માં જ દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેઓ પેરેન્ટ્સ બના જઈ રહી હોવાની માહિતી શેર કરી હતી. રણવીર અને દીપિકાની પહેલી મુલાકાત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામ-લીલાના સેટ પર થઈ હતી અને 2018માં રણવીર અને દીપિકાએ લગ્ન કરી લીધા હતા.