મનોરંજન

વીસ મિનિટમાં જ વેચાઈ ગયું Deepika Padukoneનું ગાઉન અને તે પણ આટલા રૂપિયામાં

દિપીકા પદુકોણનું ફેન ફોલોઈંગ ઘણું છે. અભિનેત્રી થોડા સમય પહેલા ફાઈટર ફિલ્મમાં દેખાઈ હતી, પણ હાલમાં તો તે તેની પ્રેગનન્સીને લીધે ચર્ચામાં છે. દિપીકા અને રણવીર ઘરે નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં તેનું એક ગાઉન ઘણું ચર્ચામાં છે. દિપીકાએ એક ફોટો શેર કર્યો હતો જેમાં તે યલ્લો ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેનું બેબી બમ્પ પણ દેખાતું હતું. તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. હવે આ ગાઉન તેણે પોતાના ચાહકો માટે હરાજીમાં કાઢ્યું તો માત્ર 20 મિનિટમાં તેનું ગાઉન વેચાઈ ગયું. એટલું જ નહીં પણ આના તેને રૂ.34,000 મળ્યા. જોકે દિપીકાએ આ પૈસા દાનમાં આપવાની જાહેરાત કરી છે.

દીપિકા પાદુકોણે તાજેતરમાં 82°E નામની બ્યુટી બ્રાન્ડની ઇવેન્ટમાં પીળો ગાઉન પહેર્યો હતો, જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ આ ગાઉન 34 હજાર રૂપિયામાં વેચ્યો છે. તેની ઇન્સ્ટા સ્ટોરીમાં અભિનેત્રીએ જણાવ્યું કે તે આ પૈસા દાન કરશે. અભિનેત્રીનું આ ગાઉન પોસ્ટ શેર કર્યાની 20 મિનિટમાં જ વેચાઈ ગયું છે.

દીપિકા પાદુકોણે વર્ષની શરૂઆતમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપવા જઈ રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીની સિંઘમ 3 આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં તે શક્તિ શેટ્ટીના અવતારમાં જોવા મળશે. આનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button