મનોરંજન

ફાઈટરની રિલીઝ પહેલા દીપિકા પાદુકોણ તિરુમાલા મંદિર પહોંચી

મુંબઈ: હાલમાં બાલિવૂડમાં જાણે મંદિરે દર્શન કરવા જવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. થોડા સમય અગાઉ કિંગખાને વૈષ્ણો દેવી મંદિરે દર્શન કર્યા હતા અને હવે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની આગામી એરિયલ એક્શન થ્રિલર ફિલ્મ ફાઇટરની સફળતા માટે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા તિરુમાલા પહોંચી હતી.

આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું જેમાં રિતિક, દીપિકા અને અનિલ કપૂરના ફાઈટર પાયલોટ અવતારે લોકોને ચોંકાવી દીધા હતા. રિતિક અને દીપિકાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ટીઝરમાં એકદમ જોરદાર દેખાઈ રહી છે. જ્યારથી ટીઝર રિલીઝ થયું છે. ત્યારથી ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રિતિક અને દીપિકાની આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલા દીપિકા પાદુકોણ તેની બહેન સાથે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા પહોંચી હતી.


સોશિયલ મીડિયા પર દીપિકાનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે દીપિકા તેની બહેન અનીશા 14 ડિસેમ્હરના સાંજે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા તિરુમાલા પહોંચી હતી. આ દરમિયાન દીપિકાએ કાળો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો અને તેના વાળનું બન બનાવ્યું હતું. આ મંદિર ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ વેંકટેશ્વરને સમર્પિત છે,


તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ આનંદે ફાઈટરનું દિગ્દર્શન કર્યું છે. આ એક એક્શન ફિલ્મ છે જેમાં રિતિક રોશન અને દીપિકા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફાઈટર સિવાય દીપિકા ફિલ્મ સિંઘમ અગેનમાં પણ કામ કરી રહી છે. અજય દેવગનની આ ફિલ્મમાં દીપિકા ઉપરાંત અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button