BAFTA 2024: એવોર્ડ્સમાં દેશી ગર્લ બનીને છવાઇ ગઇ આ અભિનેત્રી..
18 ફેબ્રુઆરીની રાત્રે લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં 77માં BAFTA એવોર્ડ્સ (બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ એવોર્ડ્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું. પીઢ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે BAFTA એવોર્ડ્સમાં પ્રેઝન્ટર તરીકે ભાગ લીધો હતો. અભિનેત્રી ડેવિડ બેકહામ અને દુઆ લિપા જેવા સ્ટાર્સ સાથે પ્રેઝન્ટર તરીકે જોવા મળી હતી.
આ ઇવેન્ટ દરમિયાન દીપિકા ગોલ્ડન કલરની ચમકદાર સાડી અને મેચીંગ ચમકદાર બ્લાઉઝમાં જોવા મળી હતી. દીપિકાએ વાળને બનમાં બાંધ્યા હતા અને મિનિમમ મેકઅપથી દેશી ગર્લ લુક પૂર્ણ કર્યો હતો. ઇવેન્ટ દરમિયાન બધાની નજર દીપિકા પર ટકેલી હતી. દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ પર આ સમયગાળા દરમિયાનની તસવીરો શેર કરી છે. તે ઉપરાંત તેની સ્ટાયલિશ સ્ટાઈલિશ શાલીના નાથાનીએ અભિનેત્રીની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે આજની રાત બાફ્ટામાં. દેશી કુડીના લુકમાં દીપિકાની તસવીરો જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
દીપિકાને બાફ્ટા એવોર્ડ 2024માં પ્રેઝન્ટર તરીકે જોઇને ફેન્સ ઘણા જ ખુશ છે. દીપિકાએ બાફ્ટા એવોર્ડ ફંક્શનમાં સાડી પહેરીને હાજરી આપી અને દેશી લુકથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેથી તેના ફેન્સ ગર્વ અનુભવી રહ્યા છે. બાફ્ટા ફિલ્મ એવોર્ડ સમારોહમાં હોલિવૂડની ફિલ્મ ઓપેનહેઇમરનો દબદબો રહ્યો. સમારોહમાં 13 કેટેગરીમાં ઓપેનહાઇમરને નોમિનેટ કરવામાં આવી હતી. હોલીવુડના પીઢ અભિનેતા સીલિયન મર્ફીને ઓપેનહેઇમર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.