મનોરંજન

દીપિકા પદુકોણ બર્થડે સ્પેશિયલ: ૪૦મા જન્મદિવસે ફેન્સને આપી ખાસ ભેટ, 2026માં કરશે ધમાકો…

બોલીવૂડની ટોચની એક્ટ્રેસ દીપિકા પદુકોણ આજે પોતાનો 40મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે અને તેનો આ બર્થડે વધારે ખાસ બની ગયો હતો. દીપિકા આજે પોતાના બર્થડેની સાથે સાથે પોતાના પતિ અને બોલીવૂડ એક્ટર રણવીર સિંહની સફળતા પણ સેલિબ્રેટ કરી રહી છે. રણવીરની ફિલ્મ ધુરંધર બોલીવૂડની સૌથી મોટી ઓલ ટાઈમ બ્લોક બસ્ટર બની ચૂકી છે. એક તરફ રણવી સિંહ મોટા પડદે ધૂમ મચાવી રહ્યો છે ત્યાં જ દીપિકા પદુકોણ લાંબા સમયથી ફિલ્મો અને મોટા પડદાથી દૂર છે.

દીપિક પદુકોણ દીકરી દુઆના જન્મ બાદથી ફિલ્મોથી દૂર છે. 2024માં દીપિકા ફિલ્મ ફાઈટર, કલ્કી 2898એડી અને સિંઘમ અગેનમાં જોવા મળી હતી. એ જ વર્ષે તેણે સપ્ટેમ્બર મહિનામાં દીકરી દુઆને જન્મ આપ્યો હતો. બસ ત્યારથી જ દીપિકા ફિલ્મોથી દૂર છે અને ફેન્સ તેને મોટા પડદા પર જોવા માટે આતુર છે. હવે દીપિકાના ફેન્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે મળતી માહિતી અનુસાર દીપિકા 2026માં ફરી મોટા પડદે ધમાકો કરવા જઈ રહી છે.

દીપિકા-રણવીર તેમની પુત્રી દુઆ સાથે

દીકરીના જન્મ બાદ દીપિકાએ પોતાના વર્કિંગ શેડ્યુલને બદલવાનો પ્રયાસ કર્યો હતો અને એવા રિપોર્ટ્સ પણ સામે આવ્યા હતા કે તે 8 કલાકની શિફ્ટમાં કામ કરવા માંગે છે જેથી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બેલેન્સ જળવાઈ રહે. દીપિકાએ એક ઈન્ટરવ્યુમાં પણ આ મામલે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું કે તે કંઈ વધુ નથી માંગી રહી. ઈન્ડસ્ટ્રીમાં અનેક મેલ સુપરસ્ટાર્સ આ જ શરતો પર કામ કરી રહ્યા છે.

દીપિકાની માગણીમાં કઈ જ ખોટું નહોતું પરંતુ ફિલ્મ એક ક્રિયેટીવ માધ્યમ છે અને જરૂર પ્રમાણે એક્ટર્સે ટાઈમમાં ફ્લેક્સીબલ થવું પડે છે. દીપિકાની ડિમાન્ડને કારણે 2025માં એક વિવાદ છેડાઈ ગયો. આ બધા વચ્ચે સમાચાર આવ્યા કે દીપિકા હવે ફિલ્મ કલ્કી 2898 એડીના ફહીજા ભાગનો હિસ્સો નહીં હોય. મેકર્સે ખુદ આ વાતની જાહેરાત કરી હતી. જ્યારે એ વાત પહેલાંથી જ નક્કી હતી કે ફિલ્મ બે ભાગમાં હશે અને લીડ કાસ્ટ બંને ફિલ્મોમાં એક સરખી જ રહેશે. પહેલાં પાર્ટનો પૂરો નેરેટિવ દીપિકા પદુકોણના કેરેક્ટર પર આધારિત હતો.

દીપિકા પદુકોણના હાથમાંથી ફિલ્મ કલ્કી 2898એડી સિવાય ફિલ્મ સ્પિરીટ પણ જતી રહી હતી. આ બંને બાબતોમાં દીપિકા તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નહોતું આપવામાં આવ્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે 8 કલાકની શિફ્ટમાં કામ કરવાની શરતને કારણે આ બંને મોટા પ્રોજેક્ટ દીપિકાના હાથમાંથી નીકળી ગયા હતા.

જોકે, હવે જોવાની વાત એ છે કે 2026ની શરૂઆત થતાં જ દીપિકા પરી મોટા પ્રોજેક્ટ સાથે મોટા પડદે પાછી ફરવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન ત્રણ વર્ષ બાદ મોટા પડદે કમબેક કરી રહ્યો છે. કિંગ ખાન હવે ફિલ્મ કિંગમાં જોવા મળશે અને ફિલ્મને લઈને આખો માહોલ સેટ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે લીડ રોલમાં દીપિકા પદુકોણ જ છે. કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મમાં દીપિકાનો રોલ એકદમ દમદાર છે. આ સિવાય દીપિકાના હાથમાં અલ્લુ અર્જુનની ફિલ્મ કે જેને AA22xA6 તરીકે ઓળખાય છે એ છે. દીપિકા ફિલ્મ પઠાન-ટુ અને બ્રહ્માસ્ર-ટુનો પણ હિસ્સો છે.

આ પણ વાંચો…દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટને અમીરીમાં પાછળ છોડી આ એક્ટ્રેસ બની અમીર એક્ટ્રેસ, નેટવર્થ જાણીને…

હાલમાં જ દીપિકા મેડોક ફિલ્મ્સની ઓફિસની બહાર સ્પોટ થઈ હતી અને એટલે એવું પણ કહેવાઈ રહ્યું છે કે દિનેશ વિઝન દીપિકાને પોતાની હોરર યુનિવર્સની એક મોટી ફિલ્મમાં કાસ્ટ કરી ચૂક્યા છે. રિપોર્ટ્સમાં તો એવું પણ કહેવાઈ રહ્યું છે કે દીપિકા પદુકોણ વિકી કૌશલ સાથે ફિલ્મ મહાવતારમાં જોવા મળશે. આ જોતા એવું લાગી રહ્યું છે કે 2026માં દીપિકા એકદમ દમદાર કમબેક કરવાના મૂડમાં છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button