પહેલગામ હુમલાના ગુનેગારો માટે દીપિકાએ કહ્યું કે એમને તો…

અહં… અહીં તમે વિચારી રહ્યા હોવ કે દીપિકા એટલે દીપિકા પાદુકોણની વાત થઈ રહી છે તો એવું નથી. આ તો અહીં ટીવી સંસ્કારી બહુ દીપિકા કક્કડ અને તેના પતિ શોએબ ઈબ્રાહિમની વાત થઈ રહી છે. આજે સવારે જ પહેલગામ આંતકવાદી હુમલા અંગે દાખવેલી અસંવેદનશીલતાને કારણે કપલ ટ્રોલર્સના નિશાના પર આવી ગયું હતું, પરંતુ હવે કપલની શાન ઠેકાણે આવી ગઈ હોય એવું લાગે છે. કપલે હવે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં પોસ્ટ કરી છે અને દોષીઓને ફાંસી આપવાની માગણી કરતી પોસ્ટ કરી છે. આવો જોઈએ કપલે શું કહ્યું છે પોતાની પોસ્ટમાં…

ફાઈનલી હવે પહેલગામ આંતકવાદી હુમલા અંગે દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમનું રિએક્શન સામે આવ્યું છે. કપલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં આંતકવાદીઓને ફાંસી આપવાની માગણી કરતી પોસ્ટ કરી છે. દીપિકાએ આંતકવાદીઓનો સ્કેચ શેર કરતાં લખ્યું છે કે આમને શોધો અને ફાંસી પર ચડાવી દો. આ સાથે જ તેણે બ્રોકન હાર્ટના ઈમોજી પણ શેર કર્યા છે.
જ્યારે શોએબ ઈબ્રાહિમે કુરાનમાં લખેલી લાઈનો યાદ કરતાં જે નિર્દોષ લોકોની હત્યા કરે છે એ એ જાણે માણસાઈની હત્યા કરવા જેવું છે. આ સાથે જ તેણે આગળ એવું પણ લખ્યું છે કે આ લોકોને શોધીને મારી નાખવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે શોએબ અને દીપિકાનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર તેમની કરવામાં આવેલી ટ્રોલિંગ બાદ આવ્યું છે. અહીંયા તમારી જાણ માટે કે દીપિકા અને ઈબ્રાહિમ હાલમાં કાશ્મીરમાં વેકેશન મનાવી રહ્યા છે અને હુમલો થયાના આગલા દિવસે કપલ ત્યાંથી રવાના જઈ થઈ ગયું હતું. કપલે સોશિયલ મીડિયા પર ફેમિલીના ફોટો પણ શેર કર્યા હતા.

શોએબ અને દીપિકાએ જેવો હુમલો થયાના સમાચાર જોયા કે તેમણે તરત જ પોતે સુરક્ષિત હોવાની પોસ્ટ કરી અને લોકોને તેમની કાળજી બદ્દલ થેન્ક્સ કહીને પોતાના નવા વ્લોગનું પ્રમોશન કર્યું હતું. આ જોઈને નેટિઝન્સ ગુસ્સે ભરાયા હતા અને કપલને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ટ્રોલિંગ બાદ આખરે કપલે પોત-પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સ્ટોરી શેર કરીને આ ઘટના બાબતે દુઃખ વ્યક્ત કરતા પોસ્ટ કરી હતી. હવે જોઈએ કપલ પોતાના આગામી વ્લોગમાં શું કહે છે….
આપણ વાંચો : આને કહેવાય ભણેલા અભણઃ દિપિકા અને સોએબની ઈન્સ્ટા પોસ્ટથી નેટીઝન્સ ભડક્યા