દીપિકા અને રણવીરે આખરે દીકરીની કરાવી ‘મુંહ દિખાઈ’…
આઠમી સપ્ટેમ્બરના રણવીર સિંહ અને દીપિકા પદુકોણ પેરન્ટસ બન્યા હતા. ઘરે દીકરીના જન્મથી પરિવારમાં ખુશાલીના માહોલનું નિર્માણ થયું હતું. પુત્રીનું નામ દુઆ (એટલે કે પ્રાર્થના) રાખવામાં આવ્યું હતું. બોલિવૂડના અન્ય કપલ્સની જેમ બાજીરાવ મસ્તાની સ્ટાર્સે પણ તેમની દીકરીને લાઈમલાઈટથી દૂર રાખવાનું નક્કી કર્યું હતું.
તેઓએ સોશિયલ મીડિયા પર તેમની દીકરીની કોઈ તસવીર શેર કરી નથી જેમાં તેનો ચહેરો દેખાતો હોય. બાળકના જન્મ પછી દીપિકા અને દુઆને મીડિયા દ્વારા માત્ર થોડી વાર જ જોવામાં આવ્યા છે. તેઓએ હજુ સુધી તેમની પુત્રીનો ચહેરો જાહેરમાં બતાવ્યો નથી, પણ આજે દંપતીએ પાપારાઝીને તેમના મુંબઈના નિવાસસ્થાને (પ્રભાદેવી) તેમની લાડકીનો ચહેરો બતાવવા માટે આમંત્રિત કર્યા હતા.
આ પણ વાંચો: Fact Check: દીપિકા-રણવીરે પુત્રી Dua સાથે કરાવ્યું ફોટોશૂટ, આ છે હકીકત
દીપિકા અને રણવીરે પેપ્સને દુઆના ફોટા ક્લિક નહીં કરવા વિનંતી પણ કરી હતી. દુઆના જન્મના આગમનની ઉજવણી કરવા માટે દંપતીએ તેના બિલ્ડિંગના ક્લબહાઉસમાં કેટલાક ફોટોગ્રાફરોને આમંત્રિત કર્યા હતા.
જોકે, આ વર્ષે દિવાળી પર, દીપિકા અને રણવીરે તેમની પુત્રીની પ્રથમ તસવીર શેર કરી અને તેનું નામ જાહેર કર્યું હતું. આ દીકરી તેમની પ્રાર્થનાનું ફળ હોવાથી તેનું નામ ‘દુઆ’ રાખવાનું નક્કી કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ વર્ષે નવેમ્બરમાં, દીપિકા અને રણવીરે તેમના લગ્નની છઠ્ઠી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો: દીપિકાના પ્રેમમાં પાગલ બન્યો રણવીર સિંહ, શેર કરી ખાસ પોસ્ટ
તાજેતરમાં દીપિકાએ બેંગલુરુમાં ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટમાં હાજરી આપી હતી, જ્યાં તે સ્ટેજ પર તેની સાથે જોડાઈ હતી અને તેના ગીત ‘લવર’ પર ડાન્સ કરતી જોવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ જોડી તાજેતરમાં રોહિત શેટ્ટીની દિગ્દર્શિત સિંઘમ અગેઇનમાં જોવા મળી હતી, જેમાં અજય દેવગણ, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર અને ટાઇગર શ્રોફ પણ હતા.