મનોરંજન

Bigg Boss-19માં પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર, ઘરની સદસ્ય પાસે કરી ખાસ ડિમાન્ડ, વીડિયો થયો વાઈરલ…

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ રિયાલિટી ટીવી શો બિગ બોસની ચર્ચા ચાલી રહી છે. અત્યારે તો આ બિગ બોસના ઘરમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ફેમિલી વીક ચાલી રહ્યું છે. ત્રણ મહિના બાદ પોતાના ઘરવાળાઓને મળીને બિગ બોસના ઘરના સદસ્યો ઈમોશનલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘરની સદસ્ય માલતી ચહરને મળવા માટે ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર દિપક ચહર પણ પહોંચ્યો છે. પહોંચતાં દીપકે માલતીની પોલ ખોલવાની સાથે સાથે ખાસ ડિમાન્ડ પણ કરી દીધી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે….

સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો બિગ બોસ ક્યારેક બાયસ્ડ, તો ક્યારેક અનફેર ઈવિક્શન તે ફેવરિઝમને કારણે બિગ બોસ ચર્ચામાં આવતો રહે છે. બિગ બોસમાં ચાલી રહેલાં ફેમિલી વીકમાં એક પછી એક તમામ ઘરના સદસ્યોના પરિવારના લોકો આવી રહ્યા છે. આવનારા એપિસોડમાં માલતી ચહરને મળવા માટે તેનો ભાઈ અને ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર દીપક ચહર પહોંચ્યો હતો.

આ પણ વાંચો : Bigg Boss-19 ફેમિલી વીકમાં પત્નીને મળતાં ગૌરવ ખન્નાએ કેમેરા સામે કરી એવી હરકત કે… બંધ કરી ઘરવાળાઓએ આંખો

ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પ્રોમોમાં જોવા મળે છે કે માલતી અને દીપક વચ્ચે ભાઈ-બહેન વચ્ચે થતી હોય એવી તૂ તૂ મૈં મૈં જોવા મળી રહી છે. દીપક માલતીની મજાક કરતો જોવા મળી રહ્યો છે અને તેની પોલ ખોલી રહ્યો છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે દીપકની ઘરમાં એન્ટ્રી થાય છે ક્યારે માલતી ગાર્ડનમાં સોફામાં સૂતેલી હોય છે અને દીપક તેને ડરાવીને ઉઠાડે છે. ત્યાર બાદ બંને જણ એકબીજાને મળે છે અને ઘરના બાકીના સદસ્યો સાથે દીપક મુલાકાત કરે છે અને વાતચીત કરે છે.

આ પણ વાંચો : Bigg Boss 19: સલમાન ખાનના ફેન્સ માટે આવ્યા માઠા સમાચાર, વાંચીને થશે નિરાશ…

વીડિયોમાં આગળ દીપક એવું પણ કહે છે કે માલતીએ ક્યારેય ઘરે એક રોટલીનો ટૂકડો પણ નથી ખવડાવ્યો પણ આજે તો હું માલતીના હાથનું બનેલું જ ખાઈશ. આ સાંભળીને ઘરવાળા લોકો ખુશ થઈ જાય છે. આ સાંભળીને ગૌરવ કહે છે કે આ સાંભળીને માલતીને એવું લાગી રહ્યું હશે કે માઘા ઘરેથી કોઈ આવ્યું જ શું કામ…

બિગ બોસની વાત કરીએ બિગ બોસમાં હાલમાં ફૂલ ઓન ડ્રામા ચાલી રહ્યો છે. ગયા અઠવાડિયે કોઈ એલિમિનેટ નહોતું થયું અને ઘરમાં ગૌરવ ખન્ના, પ્રણિત મોરે, અમાલ મલિક, અશનૂર કૌર, કુનિકા સદાનંદ, તાન્યા મિત્તલ, ફરહાના ભટ્ટ, માલતી ચહર અને શહેબાઝ બદેશા રેસમાં છે અને હવે જોવાની વાત એ છે કે આ અઠવાડિયે કોણ રેસમાંથી આઉટ થાય છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button