દેબિના બેનરજીએ લાડલી દીકરીનો ઉજવ્યો બર્થ-ડે, શેર કરી તસવીરો

મુંબઈઃ દેબિના બેનર્જી અને Gurmeet Choudharyની દીકરી લિયાના હાલમાં જ બે વર્ષની થઈ છે અને કપલે તેમની લાડલીનો બર્થ-ડે ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. Debina Bonnerjeeએ ત્રણ એપ્રિલ 2022એ લિયાનાને જન્મ આપ્યો હતો, જે હવે બે વર્ષની થઈ ગઈ છે.
આ અવસર પર ગુરમીત અને દેબિનાએ એક ચમકદાર પાર્ટી રાખી હતી, જેની થિમે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. દેબિના અને ગુરમીતે પુત્રી લિયાના, દિવીશા અને માતા-પિતા સાથે પાર્ટી એન્જોય કરી, તસવીરો સોશિયલ મીડિયા થકી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી.
આ ખાસ બર્થ-ડે પાર્ટીની થિમ જલપરિયોં પર આધારિત હતી. દેબિનાએ બર્થ-ડે પાર્ટીની કેટલીય તસવીરો શેર કરી છે એની સાથે જ તેણે લિયાના માટે એક મજાની કવિતા પણ લખી હતી, જેમાં તેમણે મન મૂકીને પ્રેમ વરસાવ્યો હતો.
ગુરમીત ચૌધરી આઉટદોર શૂટ પર હતો, પણ લાડલી લિયાનાના બીજા બર્થ-ડે પર તેણે સમય કાઢ્યો અને પિરવાર સાથે સારો એવો સમય ગાળ્યો હતો. પાપા ગુરમીતને જોઈને જ લિયાના અને દિવીશા ભેટી પડી હતી. શેર કરેલી તસવીરોમાં લિયાના અને દિવીશા મળીને કેક કાપી રહી છે. ત્યાં જ બીજી એક તસવીરમાં દેબિના લિયાના સાથે પૂલમાં બેઠેલી નજરે પડે છે.
દેબિના બેનર્જીને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઘણી મૂશ્કિલો અને અસફળ કોશિશો બાદ તેઓ ત્રણ એપ્રિલ 2022એ આઈવીએફથી લિયાનાની માતા બની હતી. પણ તેની ખુશી ત્યારે બમણી થઈ ગઈ જ્યારે તેણે કોઈ પણ તકલીફ વીના જ કુદરતી રીતે દિવીશાને જન્મ આપ્યો. દેબિના અને ગુરમીતે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા.