મનોરંજન

‘ડકૈત’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું: મૃણાલ ઠાકુર સાથે બીજું કોણ હશે, જાણો?

અદિવી શેષે તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ‘ડકૈત’નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે મૃણાલ ઠાકુર જોવા મળશે. એક્શન ડ્રામા ફિલ્મનું પોસ્ટર શેર કરતા અદિવીએ લખ્યું હતું કે પ્રેમ કર્યો, પરંતુ છેતરપિંડી પણ કરી હવે બદલો તો લેવો પડશે. મૃણાલ ઠાકુરે આ પહેલા ‘સીતા રામ’, ‘ધ ઘોસ્ટ સ્ટોરીઝ’ અને ‘હાય નન્ના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

‘ડકૈત’ની વાત કરીએ તો આ એક એવા ગુનેગારની વાર્તા છે જેને ખૂબ જ ગુસ્સો આવે છે. તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ દ્વારા છેતરપિંડી કર્યા પછી તેની સાથે બદલો લેવાની યોજના બનાવે છે. આ એક્શન-રોમેન્ટિક ફિલ્મ સુપ્રિયા યારલાગડ્ડા અને સુનીલ નારંગ દ્વારા સહ-નિર્મિત અને શેનીલ દેવ દ્વારા નિર્દેશિત છે.

આ ફિલ્મનું શૂટિંગ હિન્દી અને તેલુગુ ભાષામાં એક સાથે થઈ રહ્યું છે. નિર્દેશકે વાર્તા અને પટકથા પર અદિવી શેષ સાથે મળીને કામ કર્યું છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં શૂટિંગ કરવાની યોજના છે.

આ પણ વાંચો : મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ પર સેન્સર બોર્ડની કાતર, જાણો શું છે કારણ?

ફિલ્મ વિશે વાત કરતાં અદિવી શેષે કહ્યું હતું કે ‘ડકૈત’ એક લાગણીઓથી ભરપૂર શાનદાર એક્શન ફિલ્મ છે. મૃણાલે ઘણા સારા પાત્રોને મોટા પડદા પર જીવંત કર્યા છે અને દરેક ભૂમિકામાં તે અલગ અંદાજમાં જોવા મળે છે. હું તેની સાથ મોટા પડદે કામ કરવા ખૂબ ઉત્સાહી છું.

મૃણાલ ઠાકુરે કહ્યું હતું કે ‘ડકૈત’ આદિવી શેષ અને શેનીલ દેવ દ્વારા ખાસ શૈલીમાં લખવામાં આવી છે. હું જે પાત્ર ભજવું છું તે સંપૂર્ણપણે હટકે છે અને મેં આ પહેલાં ક્યારેય આવો રોલ કર્યો નથી. ‘ડકૈત’ની શૈલી અને સ્ક્રિપ્ટ ખરેખર દર્શકો માટે એક અલગ અનુભવ હશે. હું શેનીલ દ્વારા બનાવવામાં આવેલ ‘ડકૈત’ ની દુનિયામાં પ્રવેશ કરવા માટે ઉત્સાહી છું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button