મનોરંજન

ઉર્વશી રૌતેલા golden birthday cake કાપી, કિંમત જાણશો તો…

આજે બોલીવૂડમાં ઘણા સ્ટાર્સ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. શાહીદ કપૂર, ધનુષ, સાનિયા મલ્હોત્રા, ડેની, અને સાઉથ સેન્સેશન ઉર્વશી રૌતેલા. જોકે ઉર્વશીનો બર્થ ડે લાઈમલાઈટમાં આવ્યો છે અને તેનું કારણ છે તેની birthday cake .
ઉર્વશી આજે તેનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ જન્મદિવસ પર, અભિનેત્રીએ રાત્રે 12 વાગ્યે કેક કાપીને તેનો જન્મદિવસ ઉજવ્યો. તેની સાથે પ્રખ્યાત રેપ સિંગર હની સિંહ પણ હાજર હતો.

જો કે, આ પાર્ટીમાં ઉર્વશીના બર્થ ડે કેક પર બધાનું ધ્યાન ગયું હતું. તેનાં જન્મદિવસ પર ઉર્વશીએ 24 કેરેટ સોનાની કેક કાપી હતી. આ કેકની કિંમત લાખો રૂપિયામાં હોવાનું કહેવાય છે. ઉર્વશીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેક કાપતી તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરીને તેણે હની સિંહનો જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા બદલ આભાર માન્યો હતો.

ઉર્વશીએ જન્મદિવસની પાર્ટીમાં લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેનાં ડ્રેસ અને ઓર્નામેન્ટને કારણે ઉર્વશી હૉટ લાગી રહી હતી. તેનાં જન્મદિવસની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઘણા ચાહકોએ આ ફોટો પર કોમેન્ટ કરી છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે ઉર્વશીએ આટલી મોંઘીદાટ બર્થડે કેક કાપી હોય. ગયા વર્ષે પણ તેણે હીરાથી શણગારેલી કેક કાપી હતી. તેણીએ તેના જન્મદિવસની પાર્ટીમાં 24 કેરેટ સોનાના કપકેક પણ લીધા હતા. ઉર્વશીને તેના જન્મદિવસની કેક પાછળ લાખો રૂપિયા ખર્ચવાને કારણે પણ ટ્રોલ કરવામાં આવી હતી. સોનાની કેક એટલે આખી કેક પર સોનાનો વરખ ચડાવ્યો હોય છે, જે ઘણો મોંઘો હોય છે.


આ પહેલા ગયા વર્ષે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન ઉર્વશીનો 24 કેરેટ સોનાવાળો આઇફોન ગુમ થયો હતો. ઉર્વશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. તેણે એ પણ જાહેરાત કરી કે તે આ ફોન શોધનાર વ્યક્તિને ઈનામ આપશે.

ઉર્વશી હિન્દી ફિલ્મોમાં ભલે ખાસ કઈ ઉકાળી શકી ન હોય પણ સાઉથમાં તેની બોલબાલા છે અને તે એક આઈટમ સૉંગના પણ કરોડોમાં રૂપિયા લે છે. ઉર્વશીને જન્મદિવસે શુભકામના.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button