મનોરંજન

બી-ટાઉનની એક્ટ્રેસની એ ભૂલ કે જેણે તેની પાસેથી કારકિર્દીની…

જીવનમાં ક્યારેક ક્યારેક આપણે એવા નિર્ણયો લઈ લઈએ છીએ કે જેના પર આપણને આખું જીવનભર પસ્તાવો થાય છે. આવું જ બોલીવૂડના સેલેબ્સ સાથે પણ ઘણી વખત બનતું હોય છે કે તેઓ કોઈ સારી ઓફર ઠુકરાવી બેસે છે અને પછીથી એ ફિલ્મ બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરે છે ત્યારે ફિલ્મ ઠુકરાવવાનો પસ્તાનો થઈ જાય છે. આજે આપણે અહીં આવી જ એક ફિલ્મ અને એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પણ આપણા બધાની ફેવરિટ દિપીકા પદૂકોણ છે અને ફિલ્મ હતી ધૂમ થ્રી.

વાત જાણે એમ છે કે પહેલાં ધૂમ થ્રીના મેકર્સ દ્વારા ફિલ્મમાં આમિર ખાનની સાતે કાસ્ટ કરવા માટે દિપીકા પદૂકોણની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ દિપીકાએ ફિલ્મ કરવાનો ઈન્કાર કરતાં આખરે કેરટિના કૈફને કાસ્ટ કરવામાં આવી હતી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આમિર અને કેટરિનાની જોડી લોકોને એટલી બધી ગમી કે ના પૂછો વાત. આવો જોઈએ કે આખરે એવું તે કયું કારણ હતું કે દિપીકાએ ધૂમ થ્રી કરવાનો ઈન્કાર કર્યો અને ત્યાર બાદ આ ફિલ્મ કેટને ઓફર કરવામાં આવી.


10 વર્ષ પહેલાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર 500 કરોડની કમાણી કરનારી આ ફિલ્મમાં દિપીકાને આમિરની સામે કાસ્ટ કરવામાં આવનાર હતી, પરંતુ એ જ સમયે દિપીકા રણબીર કપૂરની સાથે ફિલ્મ યે જવાની હૈ દિવાની માટે શૂટ કરી રહી હતી જેને કારણે તેણે આ ફિલ્મ કરવાનો ઈન્કાર કરી દીધો અને મેકર્સે પણ કેટરિના કૈફ સાથે આમિર ખાનની જોડી બનાવીને ફિલ્મ રિલીઝ કરી દીધી. દર્શકોએ પણ કેટરિના અને આમિરની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરી હતી અને 100 કરોડના ખર્ચે બનેલી ફિલ્મે 500 કરોડની કમાણી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button