મનોરંજન

આ કારણે AICWA દ્વારા ટીવી સિરીયલ Anupamaની શૂટિંગ રોકવાની માગણી કરી…

લોકપ્રિય ટીવી શો અનુપમા છેલ્લાં કેટલાય સમયથી ચર્ચામાં રહ્યો છે અને ગયા અઠવાડિયા આ સેટ પર એક દુર્ઘટના થઈ હતી જેને કારણે આ શો તેના પ્લોટ કરતાં પણ વધારે ચર્ચામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે 14મી નવેમ્બર, 2024ના આ સિરીયલના સેટ પર એક ક્રુ મેમ્બરનું ઈલેક્ટ્રિક શોક લાગવાને કારણે મૃત્યુ થયું હતું. આ બાબતે હવે ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA)ના સેટ પર જીવ ગુમાવનાર વ્યક્તિ માટે ન્યાયની માગણી કરી છે. સંસ્થાપક અને અધ્યક્ષ સુરેશ શામલાલ ગુપ્તાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને આ મામલે દખલગિરી કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: Rupali Ganguly Vs Esha Verma: માનહાનિના દાવા સામે અનુપમાની સાવકી દીકરીએ ભર્યું આ મહત્ત્વનું પગલું…

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘટના 14મી નવેમ્બરના રાતે 9.30 વાગ્યાની આસપાસ બની હતી. મેઈન્ટન્સના અભાવે ખરાબ થઈ ગયેલાં ઈક્વિપમેન્ટને કારણે ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. આટલી દુઃખદ ઘટના છતાં પણ અડધી રાત સુધી શૂટિંગ ચાલુ રાખવામાં આવ્યું અને બીજા દિવસે પણ નિયમિત સમય પર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું. લાપરવાહીને કારણે ઈલેક્ટ્રિસિટી સપ્લાય કરતાં કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે.

એસોસિએશને હવે સીએમ પાસે તમામ જવાબદાર લોકો સામે આઈપીસીની ધારા 302 હેઠળ એફઆઈઆર નોંધાવવાની અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં પ્રોડક્શન ટીમે મૃતકના પરિવારને વળતર તરીકે એક કરોડ રૂપિયા આપવા જોઈએ. આ સિવાય સેટ પર સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવે છે. ન્યાય ન મળે ત્યાં સુધી અનુપમાનું શૂટિંગ રોકવાની માગણી પણ પત્રમાં કરવામાં આવી છે.

આ પણ વાંચો: Star Networth : ના જેઠાલાલ, ના અનુપમા આ ટીવી સ્ટાર નેટવર્થમાં નંબર વન, 300 કરોડની સંપત્તિ

ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો અને વર્કર્સની સુરક્ષા માટે કામ કરતાં એસોશિએશનને અનુપમાના સેટ પર 32 વર્ષના શ્રમિકના મૃત્યુને હત્યા ગણાવી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે નિર્માતા, પ્રોડક્શન હાઉસ, ચેનલની લાપરવાહીને કારણે ક્રુ મેમ્બર્સની હત્યા થઈ છે. તેણે સીએમ શિંદેને પત્ર લખીને ન્યાય અપાવવાની અપીલ કરી છે. એસોશિએશનના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી પત્રની કોપી શેર કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button