રજનીકાંત અને રીતિક રોશનનો જાદુ એક અઠવાડિયામાં ગાયબઃ બોક્સ ઓફિસ કલેક્શન ગગડ્યું

સાવ નવા એવા અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારા થિયેટરોમાં ત્રણ અઠવાડિયા સુધી સફળતાપૂર્વક ટકી રહી હતી જ્યારે રજનીકાંત અને રીતિક રોશન જેવા સુપરસ્ટારની ફિલ્મોએ એક અઠવાડિયામાં દમ તોડી દીધો છે.
રજનીકાંતની ફિલ્મ કુલીએ ભારતમાં કુલ રૂ. 229 કરોડનું કલેક્શન કર્યું છે. ગુરુવારે ફિલ્મે માત્ર 8 કરોડનું કલેક્શન કર્યું હતું. હજુ ફિલ્મની રિલિઝને આઠ દિવસ જ થયા છે, પરંતુ રજાઓના દિવસો પૂરા થતાં જ ફિલ્મનો જાદુ ઓસરી ગયો હોય તેમ લાગે છે. કુલીમાં રજનીકાંત નાગાર્જૂન, આમિર ખાન પણ છે. 74 વર્ષીય રજનીકાંત પહેલા અઠવાડિયે હીટ સાબિત થયા, પંરતુ હવે ફિલ્મની સ્થિતિ ડામાડોળ છે.
આવી જ હાલત રીતિક રોશન અને જૂનિયર એનટીઆરની ફિલ્મ વૉર-2ની છે. કુલી સાથે 14મી ઑગસ્ટે રિલિઝ થયેલી વૉર- પણ હવે ઠંડી પડી ગઈ છે. 2019માં ફિલ્મને જે સફળતા મળે તે સિક્વલને મળી નથી. ફિલ્મ આઠ દિવસમાં રૂ. 204 કરોડ કમાઈ છે. ગુરુવારે ફિલ્મનું કલેક્શન માત્ર 5 કરોડ નોંધાયું હતું.
હવે આવતીકાલે શનિ-રવિમાં બીજી કોઈ ફિલ્મો ન હોવાથી લોકો આ ફિલ્મ જોવા જાય તેવી સંભાવનાને ધ્યાનમાં લઈએ તો હજુ થોડી કમાણી થઈ શકે તેમ છે, પરંતુ સૈયારાની 500 કરોડની કમાણીની નજીક પણ આ ફિલ્મો જઈ શકશે નહીં.
આવતા ગુરુવારે પરમ સુંદરી રિલિઝ થવા જઈ રહી છે. સિદ્ધાર્શ મલ્હોત્રા અને જહાનવી કપૂરની ફિલ્મના ગીતો અત્યારથી જ લોકપ્રિય છે, હવે ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે તે જોાવનું રહ્યું.
આપણ વાંચો: યુ ટ્યૂબની પોતાની કમાણીથી છક્ક થઈ ગઈ કોમેડિયન ભારતી સિંહ