મનોરંજન

કોમેડી કે અશ્લીલતા! પોતાની જ માતા પર અભદ્ર કોમેડી કરીને મહિલા કોમેડિયને વિવાદ સર્જ્યો

નવી દિલ્હીઃ કોમેડીના નામે અશ્લીલતા ફેલાઈ રહી હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. કોમેડિયન હવે કોમેડી માટે માતા-પિતાને પણ છોડતા નથી. એટલે પોતાના માતા-પિતાના નામે પણ અશ્લીલ કોમેડી કરીને સસ્તી પબ્લિસિટી કમાવી રહ્યા છે. ભારતમાં અત્યારે કોમેડિયન વિવાદમાં સપડાઈ રહ્યાં છે. યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા, સમય રૈનાના વિવાદ પછી કુણાલ કામરા પણ વિવાદમાં આવ્યાં છે. એટલું જ નહીં. પરંતુ આ શ્રેણીમાં હવે એક નવું નામ જોડાયું છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન સ્વાતિ સચદેવા એક શોમાં સેક્સ ટોય અને માતા વિશે અભદ્ર મજાક કરી રહી હતી, જેનો વીડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન સ્વાતિ સચદેવા પર લોકો ભડકી રહ્યાં છે.

સ્વાતિ દરેક શોમાં પોતાને બાયસેક્સ્યુઅલ ગણાવે છે
પહેલા યુટ્યુબર રણવીર અલાહાબાદિયા અને સમય રૈનાએ માતા-પિતા પર અશ્લીલ કોમેડી કરી હતી, જ્યારે હવે સ્વાતિ સચદેવાએ પોતાની માતા પર અશ્લીલ કોમેડી કરી છે. સ્વાતિ સચદેવા અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મોટા ભાગે પોતાન સ્ટેન્ડ-અપ કોમેડી શોમાં સ્વાતિ સચદેવા ડબલ મીનિંગ કોમેડી અને હલકી કક્ષાના જોક્સ કરી રહે છે, પરંતુ હવે સ્વાતિની મુશ્કેલીઓ વધી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દિલ્હીમાં જન્મેલી સ્વાતિ સચદેવ એક પંજાબી પરિવારની છે. છેલ્લા 2 વર્ષમાં સ્વાતિના કોમેડીના વીડિયો ખૂબ વાયરલ પણ થાય છે. આ પહેલા પણ સ્વાતિના ડબલ મીનિંગ અને અભદ્ર કોમેડીના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે, સ્વાતિ દરેક શોમાં પોતાને બાયસેક્સ્યુઅલ ગણાવે છે, અને પોતાની ડબલ મીનિંગ કોમેડી માટે જાણીતી છે.

સેક્સ ટોય વિશે સ્વાતિ સચદેવાએ કરી અશ્લીલ કોમેડી
અત્યારે સ્વાતિ સચદેવાના શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્વાતિ તેની માતા અને સેક્સ ટોય વિશે કરેલી મજાકને લઈને વિવાદમાં સપડાઈ છે. આ વીડિયોમા સ્વાતિ મજાક કરે છે કે એક દિવસ તેની માતાએ તેનું વાઇબ્રેટર પકડી લીધું. આને લઈને સ્વાતિ માતા પર અશ્લીલ કોમેડી કરે છે. જેના પર શોમાં બેઠેલા લોકો ખૂબ હસે પણ છે, પરંતુ લોકોને સ્વાતિનો આ અંદાજ પસંદ ન આવ્યો. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં લોકોએ સ્વાતિની આ કોમેડીને ગંદી અને અભદ્ર ગણાવી છે.

https://twitter.com/i/status/1905680408873984085

કોમેડીના નામે કેમ અશ્લીલતા પીરસાઈ રહી છે?
કોમેડીના નામે કોમેડિયન હવે ઘણી છૂટ લેવા લાગ્યાં છે, એક સમય હતો જ્યારે કોમેડિયનો નિર્દોષ કોમેડી કરીને લોકોને હાસ્ય પુરૂ પાડતા હતા. પરંતુ કોમેડીમાં અશ્લીલતા ઘર કરી ગઈ હતી. કોમેડિયનો એવું માને છે કે ગાળો અને અશ્લીલ વાત વિના કોમેડી અધૂરી છે! સમય રૈનાએ પણ પોતાના શોમાં માત્ર અશ્લીલતા પીરસી હતી, એ જ શોમાં યુટ્યુબર રણબીર અલ્હાબાદિયાએ પણ એક સ્પર્ધકને માતાપિતાના જાતીય જીવન વિશે વાંધાજનક પ્રશ્નો પૂછ્યા હતા, જેને લઈને વિવાદ શરૂ થયો હતો. જ્યારે અત્યારે સ્વાતિ સચદેવા પણ માતા પર કરેલી અશ્લીલ કોમેડીને લઈને વિવાદમાં સપડાઈ છે. હવે તેની મુશ્કેલીઓ વધી શકે તેવું લાગી રહ્યું છે, કારણે કે સોશિયલ મીડિયામાં લોકો તેને આવી કોમેડી માટે ખૂબ જ ટ્રોલ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Sikandar Movie review: રજાઓમાં થિયેટરોમાં જવા કરતા ઘરે બેસી આઈપીએલ જૂઓ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button